દિલ્હી-

ભારત સરકારે વધુ એક કોરોના વેક્સીનને મંજૂરી આપી દીધી છે. જોહ્ન્સન એન્ડ જોહન્સનનીની સિંગલ ડોઝ વેક્સીનને સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેની જાહેરાત સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આપી હતી. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી અપ્રૂવલ જોહ્ન્સન એન્ડ જોહન્સનની વેક્સીનને આપવામાં આવ્યું છે. આ વેક્સીનની ખાસ વાત એ છે કે, ફક્ત એક જ વેક્સીનનો ડોઝ મૂકાવવો પડશે. બે દિવસ પહેલા જ જોહ્ન્સન એન્ડ જોહન્સનનીએ ઇમરજન્સી ઉપયોગ ઓથોરાઇઝેશન માટે અપ્લાઇ કર્યું હતું અને આજે તેને મંજૂરી આપી દેવામાં આવી છે.

અમેરિકન ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસને ભારતમાં કોરોના વાયરસ વિરુદ્ધ સિંગલ ડોઝવાળી વેક્સીનની ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માગી હતી. હાલમાં ભારતમાં કોવેક્સીન, કોવિશીલ્ડ અને રશિયન વેક્સીન સ્પૂતનિક Vની મદદથી મોટા પ્રમાણમાં વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોવેક્સીન, કોવિશીલ્ડ અને સ્પૂતનિક V આ ત્રણેય ડબલ ડોઝ વેક્સીન છે. ભારતમાં COVID-19ની પાંચમી રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે. યુએસ ફાર્મા જાયન્ટે ભારત સરકારને તેની સિંગલ ડોઝ કોવિડ -19 વેક્સિન માટે મંજુરી માંગી હતી.ઉલ્લેખનીય છે કે, અરજી કરી હોવાના એક દિવસ કરતાં પણ ઓછો સમયમાં આ મંજુરી આપવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 'ભારતમાં જોહ્ન્સન એન્ડ જોહન્સનની સિંગલ ડોઝ COVID-19 રસીને ભારતમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે.વધુમાં જણાવ્યું હતું કે,ભારતમાં પાંચ કોરોના વેક્સિન ઉપલબ્ધ થઈ છે,જેથી કોવિડ -19 સામેની લડાઈમાં વધારે વેગ મળશે.'