J&K માંથી કલમ 370 હટ્યાના બે વર્ષમાં અન્ય રાજ્યના માત્ર બે વ્યક્તિઓ ખરીદી જમીન

શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાયાને ૨ વર્ષ કરતા વધારે સમય થઈ ગયો છે અને તેના કારણે હવે અન્ય રાજ્યના વ્યક્તિ માટે જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદવુ શક્ય બન્યુ છે.સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો, કલમ ૩૭૦ હટયા બાદ રાજ્ય બહારના કેટલા વ્યક્તિઓએ અહીંયા જમીન ખરીદી છે અને તેના પર સરકારે જવાબ આપતા કહ્યું, ઓગસ્ટ ૨૦૧૯ બાદ અત્યાર સુધીમાં બહારના માત્ર બે લોકોએ રાજ્યમાં જમીન ખરીદી છે. કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા આ સવાલનો જવાબ આપવામાં આવ્યો હતો. તેમણે કહ્યું, જમ્મુ કાશ્મીરમાં હવે જમીન ખરીદવામાં લોકોને કે સરકારને કોઈ મુશ્કેલી પડી રહી નથી. જ્યાં સુધી કલમ-૩૭૦ લાગુ હતી ત્યાં સુધી અન્ય રાજ્યનો કોઈ વ્યક્તિ અહીંયા જમીન ખરીદી શકતો નહતો. પણ હવે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો છે અને એ પછી આ નિયમ હટી ગયો છે. તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ રાજ્યમાં નવી શૂટિંગ પોલિસી પણ લાગુ કરી છે. અહીંયા સંખ્યાબંધ સ્કીમ પણ શરૂ કરવામાં આવી છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution