વિપક્ષી મહિલા સાંસદોએpmસ્ની ખુરશીનો ઘેરાવો કર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, ફેબ્રુઆરી 2026  |   2574


નવી દિલ્હી, લોકસભામાં બુધવારે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવનો જવાબ પીએમ નરેન્દ્ર મોદી આપવાના હતા, પરંતુ વિપક્ષના સતત હંગામાને કારણે તેમનું સંબોધન થઈ શક્યું નહોતું. સાંજે પાંચ વાગ્યે પીએમ મોદી જ્યારે ગૃહમાં પહોંચ્યા ત્યારે વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. સ્પીકર ઓમ બિરલાની તમામ કોશિશ છતાં વિપક્ષી સાંસદો શાંત ન થતા અંતે ગૃહની કાર્યવાહી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

ગૃહમાં આજે ફરી એકવાર શિસ્તના ધજાગરા ઉડ્યા હતા, જ્યાં વિપક્ષી સાંસદોએ અધ્યક્ષની ખુરશી તરફ કાગળો ઉડાડ્યા હતા. બપોરે ૨ વાગ્યે શરૂ થયેલી કાર્યવાહી માત્ર ૮ મિનિટ જ ચાલી શકી હતી. આ અગાઉ બપોરે ૧૨ વાગ્યે પણ ગૃહ માત્ર ૫ મિનિટ જ ચાલ્યું હતું. સતત ગતિરોધને કારણે પીએમ મોદી હવે ગુરુવારે ગૃહને સંબોધિત કરે તેવી શક્યતા છે.

ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે પાંચ વાગ્યે સંસદમાં હાજર થયા ત્યારે ભાજપના સાંસદોએ ઉભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે હાથ જાેડી પીએમનું અભિવાદન કર્યું હતું. પીએમ મોદી પોતાની બેઠક પર બેઠા તે પૂર્વે જ વિપક્ષી સાંસદોએ ફરી હોબાળો મચાવ્યો હતો. અહેવાલો મુજબ, વિપક્ષની મહિલા સાંસદોએ પીએમ મોદીની ખુરશીની આસપાસ ઘેરાબંધી કરી લીધી હતી, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની હતી.

પીએમનું સંબોધન ટળ્યા બાદ કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કરતા કહ્યું હતું કે, પીએમ ડરી ગયા છે. આ નિવેદન સામે ભાજપના વિવેક ઠાકુરે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે, દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે અને વિપક્ષ તેના પરથી ધ્યાન ભટકાવવાની કોશિશ કરી રહ્યો છે. લોકશાહી માટે આ કમનસીબ બાબત છે. પીએમ મોદી કોઈનાથી ડરતા નથી.

બુધવારે સવારથી જ વિપક્ષના હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી ત્રણ વખત સ્થગિત કરવી પડી હતી. બુધવારે સાંજે ૫ વાગ્યે પીએમ મોદી આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે લોકસભામાં પહોંચી ગયા હતા. જાેકે, વિપક્ષના પ્રચંડ હંગામા અને નારેબાજીને કારણે સ્પીકરે ગૃહની કાર્યવાહી ગુરુવાર સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. અગાઉ પણ હંગામાને કારણે દિવસ દરમિયાન અનેકવાર કાર્યવાહી ખોરવાઈ હતી. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે સરકાર પર સંસદને મજાક બનાવવાનો આરોપ મૂક્યો છે. હવે પીએમ મોદીનું સંબોધન ગુરુવારે થવાની શક્યતા છે.

પીએમનું ભાષણ ટળ્યા બાદ ભાજપ-કોંગ્રેસ આમને-સામને

ગૃહમાં વિવાદનું મુખ્ય કેન્દ્ર પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેનું પુસ્તક રહ્યું હતું, જે રાહુલ ગાંધી આજે ફરી ગૃહમાં લઈને આવ્યા હતા. રંજીત રંજન અને રાજીવ શુક્લાએ આરોપ લગાવ્યો હતો કે, રાહુલ ગાંધીને મેગેઝિન ક્વોટ કરવા બદલ બોલતા રોકવામાં આવ્યા, જ્યારે ભાજપના સાંસદને નહેરુ અને ઇન્દિરા ગાંધી વિરુદ્ધ અપશબ્દો બોલવાની મંજૂરી અપાઈ. આ ભેદભાવના વિરોધમાં કોંગ્રેસે રાજ્યસભામાંથી વૉકઆઉટ કર્યો હતો. જેનો જવાબ આપતા ભાજપના નિશિકાંત દુબેએ માંગ કરી હતી કે, ગૃહમાં ૧૫૦ જેટલા એવા પુસ્તકો પર ચર્ચા થવી જાેઈએ જે પ્રમાણિત છે, જ્યારે રાહુલ ગાંધી જે પુસ્તક બતાવે છે તે ક્યાંય છપાયું જ નથી. પીએમ મોદીનું સંબોધન ટળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી સંસદમાં નહીં આવે કારણ કે તેઓ ડરેલા છે અને સચ્ચાઈનો સામનો કરવા માંગતા નથી. જેના જવાબમાં ભાજપના મનજિંદર સિંહ સિરસાએ ગાંધી પરિવારને અસલી ગદ્દાર ગણાવ્યો, જ્યારે દિલ્હી ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ રાહુલ ગાંધી પાસે માફીની માંગ કરી હતી. કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પણ રાહુલ ગાંધી પર શીખ સમુદાયને નિશાન બનાવવાનો આરોપ મૂક્યો હતો.

વિપક્ષી મહિલા સાંસદો ઁસ્ પર હુમલાનું કાવતરું ઘડી રહી હતી

લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન પૂર્વે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવાતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ભાજપના સાંસદ મનોજ તિવારીએ અત્યંત ગંભીર અને સનસનીખેજ દાવો કરતા જણાવ્યું હતું કે, વિપક્ષી મહિલા સાંસદો વડાપ્રધાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. વિપક્ષી સાંસદો ટ્રેઝરી બેન્ચ તરફ ધસી આવ્યા હતા અને મહિલા સાંસદોએ પીએમની ખુરશીને ઘેરી લીધી હતી. તેમનો ઈરાદો પીએમની ખુરશી પર હુમલો કરવાનો હતો.

પુસ્તકો બતાવી સાંસદ નિશિકાંત દૂબેના પ્રહાર

ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ લોકસભામાં ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર લખાયેલા વિવિધ પુસ્તકો અને નોટ્સ પ્રદર્શિત કર્યા હતા. તેમણે એડવિના એન્ડ નહેરુ, રેમિનિસેન્સ ઓફ ધ નહેરુ એજ, ધ રેડ સાડી અને એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર જેવા પુસ્તકો ટાંકીને ગાંધી પરિવાર પર ભ્રષ્ટાચાર અને ગદ્દારીના ગંભીર આક્ષેપો કર્યા હતા.

ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં બેઠકોનો દોર

ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્પષ્ટ કર્યું હતું કે, જાે તેમના સભ્યોને બોલવા દેવામાં નહીં આવે, તો વિપક્ષ પણ સરકારના સભ્યોને બોલવા દેશે નહીં. આ તંગદિલી વચ્ચે અનેક બેઠકો યોજાઈ હતી. જેમાં વિપક્ષી સાંસદોએ સ્પીકરને મળીને નિશિકાંત દુબે સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ ગૃહમંત્રી અમિત શાહે સ્પીકર સાથે મુલાકાત કરી હતી, જેમાં નિશિકાંત દુબેને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ અમિત શાહે પીએમ મોદી સાથે મુલાકાત કરીને ગૃહની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

ગૃહમાં ‘યુદ્ધ’ જેવી સ્થિતિ સર્જાઈ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ગૃહમાં આવે તે પહેલા જ વિપક્ષી સાંસદોએ નિશિકાંત દુબેના નિવેદન મુદ્દે ઘેરાબંધી કરી હતી. વિપક્ષી સાંસદો જનરલ નરવણેના પુસ્તકનું મોટું બેનર લઈને વેલમાં ધસી આવ્યા હતા. વિપક્ષની મહિલા સાંસદો પીએમની ખુરશી તરફ આગળ વધવા લાગી હતી અને તેઓ ટ્રેઝરી બેન્ચની બે હરોળ સુધી પહોંચી ગઈ હતી. સ્થિતિ વણસતી જાેઈને મ

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution