વડોદરા, તા.૨૦
વડોદરા શહેરની વડસર વિસ્તારમાં આવેલ ખાનગી ઝડીયા હોસ્પિટલમાં પ્રસુતી માટે દાખલ થયેલ પરિણીતાએ નવજાત બાળકને જન્મ આપ્યા બાદ માતા અને બાળકનું મોત થયાં પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો અને તબિબનું દવાખાનું બંધ કરવાની ઉગ્ર માગણી કરી હતી.
બનાવની પ્રાપ્ત વિગતો એવી છે કે, શહેરના વડસર વસાહતમાં ઝડીયા નામની ખાનગી હોસ્પિટલ આવેલ છે આ હોસ્પિટલમાં વાઘેલા પરિવારની પરિણીતાને પ્રસુતી માટે ગત તા.૧૩ના રોજ દાખલ કરી હતી. જ્યાં તબિબો મહિલા દર્દીના પતિ તથા પિરવારજનો સાથે દાખલ કર્યા બાદ સિઝરીયન દ્વારા પરિણતાની ડીલીવરી કરાવી હતી. જેમાં નવજાત શિશુને જન્મ અપાવ્યો હતો. જાે કે નવજાત શિશુ શ્વાલ લેતું ન હોવાની તબિબે મહિલાના પતિ યોગેશભાઈ વાઘેલાને બાળક બતાવ્યું હતું. જેમાં યોગેશભાઈને બાળકને છાતીના ભાગે તથા કપાળ ઉપર ઈજાના ઘા જણાઈ આવ્યા હતા. જ્યાં પરિણિતાને ગર્ભાશયમાં ઈજા થવાથી રક્તસ્ત્રાવ બંધ થતો ન હતો અને લોહી વહી ગયું હતું. મહિલા દર્દીની હાલત ગંભીર બનતા તેણીને કલાલી પાસે આવેલ બીજી ખાનગી શ્રોફ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં રીફર કરી હતી. જ્યાં સારવાર આપી ધનિષ્ઠ સારવાર માટે સ્ટર્લિંગમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં બે-ત્રણ કલાકની સારવાર બાદ પરિણીતાનું પણ મોત નિપજ્યું હતું. અલબત્ત વાઘેલા પરિવારમાં માતા અને વજાત બાળકનું મોત થતાં ભારે રોષની લાગણી વ્યાપી હતી અને રોષ સાથે પરિવારના સદસ્યો તથા સગાઓ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યા ભારે હંગામો અને તબિબનો વિરોધ કરી હોસ્પિટલ બંધ કરવા માટેની ઉગ્ર માંગ કરી હતી.