વડોદરા, તા.૧૩

દુષિત પાણીની સમસ્યા છે. ત્યારે પાલિાકની મુખ્ય કચેરીની સામેજ આવેલ ખાડિયાપોળ અને આસપાસના વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા થી ત્રસ્ત નાગરિકોએ પાલિકાની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને આ અંગે સ્થાનિક કાઉન્સિલરને રજૂઆત કરી હતી. ખંડેરાવ માર્કેટની સામે આવેલ ખાડિયા પોળ ૧ અને ૨ તેમજ તેની આસપાસ ના ફળિયાઓ માં પણ દુષિત પાણી આવી રહ્યું છે જેનાથી ત્રસ્ત નાગરિકો આજે એકત્ર થયાં હતા અને જાે સમસ્યા નો ઉકેલ ન આવે તો વેરો નહીં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી સાથેજ કોંગ્રેસ ના કોર્પોરેટર બાળુ સુર્વે ને રજુઆત કરી સમસ્યા ઉકેલ ની માંગ કરી છે.ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં દુષિત પાણી આવી રહ્યું છે તેની સામેજ પાલિકા ની વડી કચેરી અને પાણી પુરવઠાની મુખ્ય કચેરી આવેલી છે છતાંય તંત્ર નું ધ્યાને આવતું નથી તો જાે માંગણી સંતોષાય તો સ્થાનિકો ને લઈ કમિશનર ને રજુઆત કરાશે તેવી ચીમકી આપી હતી.