રાજપીપળા

વડાપ્રધાન મોદીએ ૩૧ મી ઓક્ટોબર ૨૦૨૦ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઊજવણી કરી હતી, દરમિયાન એમણે પોતાના સંબોધનમાં એમ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત આસપાસના અન્ય પ્રોજેક્ટોમાં સ્થાનિકોને રોજગારીની વિપુલ તક ઉપલબ્ધ થઈ છે.

 સ્થાનિકોનું જીવન ધોરણ ઊંચું આવશે.ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓને છુટા કરાતા તેઓ રોષે ભરાયા છે, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કના કર્મચારીઓએ સરપંચ સંઘ નર્મદા ઝોન પ્રમુખ નિરંજન વસાવા, ભાજપની મહિલા આગેવાન ભારતીબેન તડવીની આગેવાનીમાં નર્મદા કલેકટરને રજુઆત કરી હતી.આ કર્મચારીઓને પગાર પણ ખુબ જ ઓછો આપવામાં આવે છે, ૨૪ લોકોને વહેલી તકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ પર પરત લેવામા આવે એવી અમારી માંગ છે.એમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે એની પણ જાણ કરવા વિનંતી.બહારના જિલ્લાના લોકોને કોના આધારે નોકરી પર લેવામાં આવ્યા છે એનો પણ ખુલાસો કરવા વિનતી.અને આ લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તાત્કાલિક ધોરણે ફરજ પર પરત લેવામા આવે એવી અમારી માંગ છે.અને આવનારા દિવસોમાં જ્યાં જ્યાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે ત્યાં ઈન્ટરવ્યુ લઈ સ્થાનિકની ભરતી થવી જોઈએ.પોતાની રજુઆતમાં જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં નોકરી કરતા ૨૪ સ્થાનિક કર્મચારીઓ ૧૮/૧૦/૨૦૧૯થી ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ બજાવી રહ્યા હતા.કોરોના મહામારીને લીધે ૧૮/૩/૨૦૨૦ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા હતા.તા ૩૦/૧૦/૨૦ ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સેવા આપી રહ્યા છે તેવા આદીવાસી ગાઈડોની કામગીરીથી પ્રભાવિત થયા હતા.પીએમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી ૨૪ જેટલા ગાઈડને કોઈ પણ કારણ દર્શક નોટિસ વગર છૂટા કરી દેવાતા તેઓ આર્થિક મુશ્કેલીમા મુકાઈ ગયા છે.