આણંદ/વડોદરા, તા.૨

વડોદરા નજીકના છેલ્લા ત્રણ દાયકાથી કાયૅરત જીઆઇપીસીએલ યુનીટ કે જે નફો રળતુ હોવા છતાં સમયસર ગેસનો કોન્ટ્રાક્ટ ખરીદ નહીં કરી મેનેજમેન્ટ ના ગેરવહીવટ થી ખોટ ખાતું યુનીટ બનાવી બંધ કરવાના ખેલ રચી એકતાલીસ જેટલા કર્મચારીઓ ની બદલી ના કારસો રચતા રોષ ઉઠવા પામ્યો છે. જેના કારણે ટકે શેર ભાજી ટકે શેર ખાજાના ખેલ રચવામાં આવ્યા ની નીતિ અમલમાં મૂકવામાં આવી ની ચર્ચા ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે. સાથે સાથે બદલી કરવામાં આવેલ કર્મચારીઓ ને જીઆઇપીસીએલ ના જ અન્ય પ્લાન્ટ માં સમાવેશ કરવા માગ કરવામાં આવી નું જાણવા મળેલ છે. પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ દાયકા પૂર્વ વડોદરા નજીક સરકાર દ્વારા ગેસ આધારીત પાવર પ્લાન્ટ જીઆઇપીસીએલ ને સાકાર કરવામાં આવતા અધિકારીઓ તથા કર્મચારીઓ ની મહેનત થી યુનીટ ને નફાકારક બનાવવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં મેનેજમેન્ટ ના ગેરવહીવટ ના કારણે હોય કે સરકારની અન્ય કોઈ સાથેની મલાઇ વહીવટ ની સાઠગાઠ ના કારણે ગેસ ખરીદ અંગેનો કોન્ટ્રાક્ટ કરવામાં ન આવતા યુનીટ ને ખોટ ખાતું બનાવવા ના ખેલ રચવામાં આવતા ત્રણ દાયકાથી ફરજ બજાવતા અધિકારી કર્મચારી ૪૧ જણાને ડેપ્યુટેશન ના બહાના હેઠળ ૬૦૦ કિ.મી.દૂર જીએમડીસી સંચાલિત જર્જરિત, અસલામત એટીપી પ્લાન્ટ ખાતે ફરજીયાત મોકલવામાં આવતા કચવાટ ઉભો થવા પામ્યો છે. જેના પગલે જીઆઇપીસીએલ એમ્પલોઇઝ યુનીયન દ્વારા એટીપી પ્લાન્ટ કે જયાં સલામતી ની ધોર ઉપેક્ષા ૫૬મીટર સુધી ની ઉચાઇ છતાં ત્યાં પહોચવા સુવિધા ના અભાવ ધણા સમયથી પ્લાન્ટ બંધ ના કારણે મશીનરી તથા બિલ્ડીંગ જર્જરિત અને ખોટ કરતાં એટીપી કે જેનું સંચાલન જીએમડીસી કરી રહી છે તેની પાછળ ખોટના ઓથા હેઠળ બખ્ખા ઉભા કરવાના ખેલના સંદેહ વ્યક્ત કરી બદલી કરેલ કર્મચારીઓ સાથે રોજગારી આપી રહ્યા ની ડંફાશ હાકી તેમના આરોગ્ય જીવ સાથે ચેડાં કરવામા આવી રહ્યા નો મત મૂકી બદલી કરવામાં આવેલ એકતાલીસ જેટલા કર્મચારીઓ નો જીઆઇપીસીએલ ના જ અન્ય પ્લાન્ટ માં સમાવેશ કરવામાં આવે ની માગ યુનિયન દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. અને જાે સરકાર દ્વારા યોગ્ય ત્વરિત ર્નિણય લેવામાં નહીં આવે તો ગાધીચીધ્યા માર્ગે આદોલની ચીમકી ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. જાેકે સરકારના આ પ્રકારના વલણ ના પગલે ટકે શેર ભાજી ટકે શેર ખાજાની નીતિ હોવાની આકરી ટીકા કરવામાં આવી હતી.