નડિયાદ-

કપડવંજથી મોડાસા જતાં રોડ પર વહેલી પરોઢે કાર અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં અફરાતફરી મચી જવા પામી. પાંચેય મિત્રો રણુજા થી દર્શન કરીને પરત કપડવંજ આવી રહ્યા હતા તે દરમિયાન કાર અને આઈશર ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયા તથા મૃતકોના મૃતદેહોને કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા.ગત 27 સપ્ટેમ્બરના રોજ રણુજા દર્શન કરવા ગયેલ પાંચેય મિત્રો ઘરે પરત ફરતા કપડવંજથી મોડાસા જતાં રોડ પર કાવઠ પાટીયા નજીક વહેલી પરોઢે i20 કાર અને આઈશર ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી.

ઘટનાની જાણ થતા કપડવંજ રૂરલ પોલીસ મથકના કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં 4 ના ઘટનાસ્થળે મોત જ્યારે 1 ઇજાગ્રસ્ત સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા. મળેલ માહિતી મુજબ તમામ મિત્રો કપડવંજ તાલુકામાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા હતા. જેઓ રણુજા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાથી પરત કપડવંજ ફરતા તેમનું ગંભીર અકસ્માત થયો હતો. જેમાં 4 મિત્રોએ જીવ ગુમાવ્યો. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની જાણ થતાં કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૃતકોના પરિવારજનો, સગા-સંબંધીઓ તેમજ મિત્ર વર્તુળ ના ટોળેટોળા ઉમટયા હતા.