અમેરિકા-

બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટી કોરોના વાયરસની રસી બનાવવામાં સફળતા હાંસલ કરવાને નજીક જઇ રહી છે. ઓક્સફોર્ડ કોરોના વાયરસની વેક્સીન ChAdOx1 nCoV-19 નું માનવ પરીક્ષણ કરી રહી છે. સોમવારનાં રોજ આવેલા રિપોર્ટ અનુસાર તેનાં ટ્રાયલનાં સકારાત્મક પરિણામ સામે આવ્યાં છે. ઓક્સફોર્ડની રસી ટ્રાયલમાં સુરક્ષિત અને ઇમ્યુનને મજબૂત કરવામાં પણ સફળ સાબિત થઇ છે. જેનાં પરિણામો ખૂબ જ ઉત્સાહજનક રહ્યાં છે.

બ્રિટિશ સંશોધનકર્તાઓએ પ્રથમ વાર એપ્રિલમાં લગભગ 1,000 લોકોમાં વેક્સીનનું પરીક્ષણ શરૂ કર્યું હતું. જેમાંથી અડધા લોકોને વેક્સીન લગાવવામાં આવી હતી. તેમાં જાણવા મળ્યું કે, "જેને વેક્સીન (રસી) આપવામાં આવી તેમાં એન્ટીબોડી અને વ્હાઇટ બ્લડ સેલ્સ બન્યાં કે જે કોરોના વાયરસ સામે લડવામાં સક્ષમ હતાં."