વડોદરા : વડોદરા  કોર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના ઇડબલ્યુએસ ના મકાનો અંગેના ફોર્મનું વિતરણ  સોમવારથી શરૂ કરવામાં આવતા લોકોનો ફોર્મ લેવા માટે ભારે ધસારો થયો હતો. આજે સવારે બીજા દિવસે પણ ફોર્મ લેવા ભારે ધસારો હોવાથી કોર્પોરેશનને ફોર્મ વિતરણ જ બંધ કરી દેવાની ફરજ પડી હતી ભારે ધસારાના પગલે ફોર્મ વિતરણ કરવાની સમયમર્યાદામાં વધારો કરીને કોર્પોરેશન દ્વારા તા. ૩૧ ડિસેમ્બર સુધી ફોર્મનું વિતરણ કરવા ર્નિણય લીધો હતો . છતાં લોકોએ વગર વિચાર્યે પડાપડી કરતા પોલીસ પણ બોલાવાઈ હતી અને ફોર્મનું વિતરણ બંધ કરી દિધુ હતુ. હવે કોર્પોરેશન ફોર્મ વિતરણ કરવા માટે નવી વ્યવસ્થા ગોઠવશે અને નવેસરથી ફોર્મ વિતરણ ની જાહેરાત કરાશે.

પાલિકા દ્વારા આવાસ યોજનાના ફોર્મ માટે ધસારાને ધ્યાનેે લઈ હવે વોર્ડ લેવલે આપવા કે પછી  ઝોન લેવલ એ અંગે ટૂંક સમયમાં ર્નિણય લેવાશે તેમ જણાવ્યુ હતુ.જાેકે જેમને ટોકન આપવામાં આવ્યા છે તેમને જણાવેલ તારીખે સવારે ૧૦ થી બપોરે બે વાગ્યા સુધી ફોર્મ આપવામાં આવશે. જ્યારે હાલ પુરતી નવીન ટોકન તેમજ ફોર્મ વિતરણની કામગીરી મુલત્વી રાખવામાં આવી છે.ઉલ્લેખનિય છે કે, હરણી માં મકાનો ઓછા છે એટલે ત્યાં ફોર્મ લેવા માટે ઘસારો ઓછો થશે જ્યારે કલાલી માં સૌથી વધુ મકાનો હોવાથી ત્યાં ઘસારાની શક્યતા વધુ છે.કોર્પોરેશનને પ્રથમ દિવસે ફોર્મ વિતરણ માટે ધસારો થતાં ટોકન સિસ્ટમ અમલમાં મૂકી હતી જેમાંથી આજે ૭૫ લોકો આવતા તેઓને મકાન ના ફોર્મ અપાયા હતા . કોર્પોરેશનની  રાવપુરા ખાતેની એફોર્ડેબલ હાઉસિંગ યોજના ની ઓફીસ ખાતેથી અત્યાર સુધીમાં ૩૦૫૦ ટોકન આપવામાં આવ્યા છે. તેઓને જ આવતીકાલથી ટોકન ની તારીખ મુજબ ફોર્મનું વિતરણ કરાશે .બાકી  કોઈ ફોર્મ અપાશે નહીં. આજે સવારે ફોર્મનું વિતરણ શરૂ થયું ત્યારે લોકોનો ભારે ધસારો હતો, જેમાં કોઈ એક યુવાન પણ યાદી બનાવીને ફોર્મ આપવા માટે ઉભો રહી જતા તેના પર શંકા જતા તેને પોલીસને હવાલે કરી દેવાયો હતો. જાેકે આ યુવાનએ એવું કહ્યું હતું કે તે પોતે વ્યવસ્થા માટે રહ્યો હતો. પોલીસ આ યુવાનને લઈ ગઈ હતી.

કોર્પોરેશને ૨૧૩૨ મકાનો માટે આશરે બાર હજાર ફોર્મ છપાવ્યા છે . જેમાં હરણી માં ૫૮, સુભાનપુરામાં ૭૪ ,ગોત્રીમાં ૧૦૦ અને કલાલી માં ૧૯૦૦ મકાનની યોજના  છે. મકાનો હજી બન્યા નથી ઇડબલ્યુએસ- ૨ પ્રકારના એક મકાનની કિંમત આશરે રૂપિયા ૫.૫ લાખ છે.

ફોર્મ લેવા આવેલ દંપતીની બાળકી ભીડમા વિખૂટી પડી ગઈ

શહેરના રાવપુરા રોડ ખાતે આવેલી આવાસ યોજનાની કચેરી ખાતે ફોર્મ લેવા માટે આવેલ દંપતીની બાળકી ભારે ભીડમાં વિખુટી પડી ગઇ હતી. જે બાળકીને રાવપુરા પોલીસે તેના માતા-પિતા સાથે મિલાપ કરાવ્યો હતો. કલાકો બાદ માતા-પિતાએ દીકરીને હેમખેમ જાેતા પોલીસ અધિકારી સામે પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતાએ રડતા..રડતા..પોલીસ ટીમનો આભાર માન્યો હતો.