દીલ્હી,
લાઇન આૅફ એક્ચુઅલ કંટ્રોલ (એલએસી) પર ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવનો ફાયદો પાકિસ્તાન ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે. ભારતીય ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાની સેનાએ નાર્થ-લદ્દાખમાં પોતાની તૈનાતી વધારી દીધી છે. આ સાથે જ ચીની આર્મી આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી રહી છે. ખુફિયા એજન્સીઓનાં રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને પોતાના સૈનિકોનાં 2 ડિવિઝનને ગિલગિટ-બાલ્ટીસ્તાન વિસ્તારમાં તૈનાત કર્યા છે.
પાકિસ્તાન તરફથી લગભગ 20 હજાર અતિરિક્ત સૈનિકોને નાર્થ-લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન 2 ફ્રન્ટ વારની તક જાઇ રહ્યુ છે. તો ચીની આર્મીએ જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફેલાવવા માટે આતંકવાદી સંગઠન અલ બદ્ર સાથે વાત કરી છે. પાકિસ્તાની ખુફિયા એજન્સી આઈએસઆઈ ચીનની સાથે હાથ મિલાવીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવા અને ત્યાં સુધી કે બૈટ આૅપરેશનને અંજામ આપવાનો પ્લાન બનાવી રહી છે.
સૂત્રોનું કહેવું છે કે કાશ્મીરમાં રહેલા 100 આતંકવાદીઓની મદદ લેવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય સુરક્ષાદળોનું આતંકવાદીઓની વિરુદ્ધ આૅપરેશન ચાલી રહ્યુ છે અને હાલમાં જ 120 થી વધારે આતંકવાદી માર્યા ગયા છે. આમાંથી મોટા ભાગનાં લોકલ હતા. માર્યા ગયેલા આતંકવાદીઓમાં કેટલાક જ વિદેશી આતંકવાદી હતા. સુરક્ષાદળોનાં આૅપરેશનથી પાકિસ્તાન ખૌફમાં છે અને તે નવા ષડયંત્રો અજમાવી રહ્યુ છે.
સૂત્રો પ્રમાણે બે ફ્રંટ વારની સ્થીતિમાં પાકિસ્તાને કાશ્મીરમાં રહેલા આતંકવાદીઓ સાથે સુરક્ષાદળો પર હુમલો કરવાનો પ્લાન બનાવ્યો છે. આ ઇનપુટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને જરૂરી પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે.
Loading ...