આતંકવાદ મામલે પાક. દુનિયામાં પ્રથમ,૨૦૧૩ પછી સૌથી વધુ મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, માર્ચ 2026  |   2772


નવી દિલ્હી  :ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ ૨૦૨૬ના તાજેતરના અહેવાલમાં પાકિસ્તાની પોલ ખુલી ગઈ છે. ઈન્ડેક્સમાં પાકિસ્તાન પ્રથમ વખત આ યાદીમાં ટોચના સ્થાને પહોંચીને વિશ્વનું સૌથી મોટું આતંકિસ્તાન સાબિત થયું છે.

 ઈન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જાહેર કરાયેલા વર્ષ ૨૦૨૫માં પાકિસ્તાનમાં આતંકવાદ સંબંધિત મૃત્યુમાં ૬ ટકાનો વધારો નોંધાયો છે જે ત્યાંની સુરક્ષા સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો પુરાવો આપે છે. દેશમાં ૨૦૨૫માં કુલ ૧,૦૪૫ આતંકી ઘટનાઓ બની હતી જેમાં ૧,૧૩૯ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડો વર્ષ ૨૦૧૩ પછીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી અને બલૂચિસ્તાન લિબરેશન આર્મી તરફથી મળી રહ્યો છે. અફઘાનિસ્તાન સાથેના તણાવપૂર્ણ સંબંધો અને સરહદી વિસ્તારોમાં વધતી હિંસાએ પાકિસ્તાન માટે ગંભીર સુરક્ષા સંકટ ઊભું કર્યું છે. ટીટીટપી હાલમાં પાકિસ્તાનનું સૌથી ઘાતક અને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી ખતરનાક આતંકી સંગઠન બની ગયું છે જે પાકિસ્તાનમાં થતા કુલ આતંકી હુમલાઓમાં ૬૭ ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ૨૦૨૫માં આ સંગઠનના હુમલાઓમાં ૨૪ ટકાનો વધારો થયો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution