પાકિસ્તાન 12 ફાઇટર જેટ આજેર્ન્ટિનાને વેચશે, જાણો કેમ
20, સપ્ટેમ્બર 2021 1188   |  

દિલ્હી-

બ્રિટને આજેર્ન્ટિનાના દક્ષિણ કોરિયન ફાઇટર જેટના વેચાણ પર રોક લગાવી દીધી હતી. બ્રિટનના સંરક્ષણ જર્નલ અનુસાર જેએફ-૧૭ થંડર પાકિસ્તાન એરોનોટિકલ કોમ્પ્લેક્સ અને ચીનના ચેંગદુ એરક્રાફ્ટ કોર્પોરેશન દ્વારા સંયુક્ત રીતે વિકસિત એકલ એન્જિનવાળુ અનેક ભૂમિકાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ફાઇટર જેટ છે. નિર્માતાઓના જણાવ્યા અનુસાર જેએફ-૧૭નું ઇન્ટરસેપ્શન, ગ્રાઉન્ડ એટેક, એન્ટી શિપ સહિતના કાર્યોમાં ઉપયોગ થઇ શકે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર જેએપ-૧૭ એરફ્રેમના ૫૦ ટકાથી વધુ જેમાં તેના ફ્રન્ટ ફ્યુઝલેઝ, વિંગ્સ અને વર્ટિકલ સ્ટેબલાઇઝર સામેલ છે. તેનું ઉત્પાદન પાકિસ્તાનમાં થાય છે. જ્યારે ચીનમાં ૪૨ ટકા ઉત્પાદન થાય છે.દેવાના બોજ નીચે દબાયેલું પાકિસ્તાન હવે ફાઇટર જેટ વેચવા જઇ રહ્યું છે. મીડિયાના અહેવાલ અનુસારઆજેર્ન્ટિના પાકિસ્તાન પાસેથી ૧૨ જેએફ-૧૭એ બ્લોક-૩ વિમાન ખરીદવાની યોજના બનાવી રહ્યું છે. પાકિસ્તાનના જિયો ટીવીના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આજેર્ન્ટિનાના સત્તાવાર ૨૦૨૨ના બજેટ મુસદ્દામાં પાકિસ્તાન પાસેથી ૧૨ પીએસી જેએફ-૧૭ એ બ્લોક ૩ ફાઇટર વિમાનોની ખરીદી માટે ૬૬.૪ કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવી છે. મીડિયાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બજેટ આજેર્ન્ટિનાની સંસદમાં રજૂ કરવામાં આવ્યું છે. જાે કે એનો એ અર્થ થતો નથી કે સમજૂતીને અંતિમ સ્વરૃપ આપી દેવામાં આવ્યું છે કારણકે આજેર્ન્ટિનાએ હજુ સુધી વેચાણ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા નથી. જાે કે તે પાકિસ્તાન પાસેથી ફાઇટર જેટ ખરીદવા માગે છે. આજેર્ન્ટિનાએ છેલ્લા કેટલાક વર્ષોમાં વિશ્વના કેટલાક અન્ય દેશો પાસેથી જેટ ખરીદવાના પ્રયત્નો કર્યા હતાં. જાે કે નાણાંની અછત અથવા બ્રિટનના વિરોેધને કારણે આ શક્ય બન્યું ન હતું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution