ઇસ્લામાબાદ-

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વિટ કરીને કોરોના સંક્રમિત ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની જલ્દી સ્વસ્થ થાય તે માટેની શુભકામના પાઠવી છે. મનમોહન સિંહ હાલમાં એઈમ્સમાં દાખલ છે. 88 વર્ષીય મનમોહન સિંહને સોમવારે હળવા તાવ સાથે દિલ્હીની એઈમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વિભાગનો કોવિડ -19 કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ, પાકિસ્તાનના વડાપ્રધાન ખાને, કોરોના વાઇરસના સંક્રમણમાંથી સ્વસ્થ થતાં, ટ્વિટ કર્યું હતું કે, ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જલ્દી કોરોનામાંથી બહાર આવે તેવી કામના કરૂ છું. પાક વડાપ્રધાન ઇમરાન ખાને મનમોહન સિંહ જલ્દી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.