લીંબડીના ચોરણીયામાં ઘાસ ભરેલી ટ્રકમાં આગ ચાંપી દેતા દહેશત ફેલાઈ
21, નવેમ્બર 2022

લીંબડી, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના ચોરણીયા ગામમાં લુખ્ખા તત્વોના ત્રાસ જાેવા મળી રહ્યો છે. ઘાસ ભરેલી આઇસર ટ્રકમાં લુખ્ખા તત્વોએ આગ ચાંપી દીધી હતી. જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે બાદ મારામારી થતા ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેઓને તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. આ ઘટનામાં ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાને પગલે અરેરાટીનો માહોલ સર્જાયો હતો. લીંબડીના ચોરણીયા ગામમાં લુખ્ખા તત્વોએ ઘાસ ભરેલી આઇસર ટ્રકમાં આગ ચાંપી દીધી હતી. જે બાદ મામલો બિચકતા મારામારી થઈ હતી. જેમાં ચાર લોકોને ઈજા પહોંચી હતી. તેમજ ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ જાેવા મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે એકઠા થઇ ગયા હતા. આ ઘટના બાદ મારામારીમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક લીંબડી સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા. તેમજ ૩ પશુઓ પણ આગની ઝપેટમાં આવી જતાં અરેરાટીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં અંગત અદાવતમાં હુમલો કરી ટ્રકમાં આગ લગાડવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution