બાળકોની બોલાચાલીમાં વાલીઓ કુદી પડતા મારામારી : મહિલાની છેડતી કરી હોવાના આક્ષેપો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
30, માર્ચ 2026  |   2079

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં ગત રાત્રે બાળકો ક્રિકેટ રમતા હતા તેમાંથી થયેલા ઝઘડાએ મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું.. નજીવી બાબત એટલી ઉગ્ર બની ગઇ હતી કે તેમાં વાલીઓ વચ્ચે મારામારી થઈ હતી. સ્કારલેટ સોસાયટીમાં ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં મોટાઓ કૂદી પડતા મામલો બિચક્યો હતો. આ ઘટનામાં એક પક્ષે બહારથી હથિયારધારી માણસો બોલાવી સોસાયટીમાં મારામારી અને મહિલાની છેડતી કરી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.મળતી માહિતી અનુસાર, આંનંદનગર વિસ્તારમાં સ્કારલેટ સોસાયટીમાં રાત્રે બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. સોસાયટીના રહીશ કુણાલ શાહ બાળકોને છોડાવવા ગયા હતા, તે દરમિયાન અન્ય એક વ્યક્તિ કૃણાલસિંહ ચુડાસમા ત્યાં આવી પહોંચ્યા હતા. બાળકોની વાતને લઈને બંને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જાેતજાેતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. ભોગ બનનાર કુણાલ શાહના જણાવ્યાનુસાર, સામેના પક્ષે બહારથી લુખ્ખા તત્વોને બોલાવ્યા હતા. આ શખસો દારૂ પીધેલી હાલતમાં અને હથિયારો સાથે સોસાયટીમાં ધસી આવ્યા હતા. આક્ષેપ છે કે તેમણે સોસાયટીમાં તોડફોડ કરી હતી અને કુણાલભાઈની પત્નીના પેટના ભાગે પણ માર માર્યો હતો. વધુમાં, હુમલાખોરોએ સોસાયટીની એક યુવતી સાથે અડપલાં કરી છેડતી કરી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.ઘટનાની જાણ થતા જ આનંદનગર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે સોસાયટીના સીસીટીવી (ઝ્રઝ્ર્ફ) ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે. આનંદનગર પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. જાેકે, બંને પક્ષોએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાન કરી લીધું હોવાનું પણ સામે આવ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution