અફઘાનિસ્તાનમાં મુસાફરોની મુશ્કેલી વધી, તાલિબાને 4 વિમાનના ઉડાન પર લગાવી રોક

અફઘાનિસ્તાન-

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે. કબ્જો મેળવ્યા બાદ તાલિબાન બીજી સરકાર બનાવવાની તૈયારીમાં છે. જેના કારણે ત્યાંના સ્થાનિક લોકો જીવ બચાવવા હાથપગ મારી રહ્યા છે. અફઘાનિસ્તાનમાંથી નિકળવા ઈચ્છુક લોકોને કાઢવા માટેનો અમેરીકા પર દબાવ વધતો જાય છે. અફધઘાનિસ્તાનથી સૈકડો લોકોને બીજા દેશમાં લઈ જવાના પ્રયાસ કરી રહેલા ઓછામાં ઓછા 4 વિમાનોને તાલિબાન દ્વારા રોકી દેવામાં આવ્યા છે. અમેરીકી સેનાની અમેરીકા વાપસી બાદ અફઘાનિસ્તાનમાં ઘણા લોકો છે જે બીજા દેશોમાં જવા ઈચ્છે છે.મઝાર-એ-શરીફના એરપોર્ટના અધિકારીએ જણાવ્યું કે, " તમામ મુસાફરો અફઘાનિ હતા જેમાંથી કેટલાક લોકો પાસે વિઝા પાસપોર્ટ નહોતો જેના કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution