પાટણ-

પાટણ જિલ્લા માં ધારપુર હોસ્પિટલ ના કોવિડ 19 વોર્ડ માંથી કોરોના પોઝિટિવ આરોપી દર્દી ફરાર થતાં પોલીસ બેડા માં ભાતે ધોળધામ મચી છે. સમી તાલુકા માં તાજેતર માં પ્રોહીબેશન ના ગુન્હા માં પકડાયેલો રાજસ્થાન નો આરોપી નો કોરોના પોઝિટિવ આવતા 22.9.20 ના રોજ ધારપુર કોવિડ હોસ્પિટલમાં આરોપીઓ અને કેદીઓ માટે એક કોરોના વોર્ડ બનાવેલો છે જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારેનકુલ ત્રણ આરોપીઓ સારવાર લઈ રહ્યા છે. 

જેમાં સમી પોલિસ સ્ટેશન ના પ્રોહીબેશન ના ગુન્હા નો આરોપી 22.9 થી સારવાર હેઠળ હતો અને આવતીકાલે ડોકટરો ના જણાવ્યા પ્રમાણે કોરોના સારવાર માંથી સ્વસ્થ થતાં રજા પણ આપવાની હોઈ. આરોપી દર્દી ગત મોડી રાત્રે 2 કલાકે તમામ સુઈ ગયા હોઈ લાભ ઉઠાવી સંડાસ ની લોખંડ ની ગ્રીલ અને કાચ તોડી બેડ પર રાખવાની 5 થી વધુ ચાદરોની ગાંઠો મારી બિલ્ડીંગ ના પાછળ ના ભાગે ઉતરી ફરાર થવા માં સફળ રહ્યો હતો.  જોકે સવારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી દર્દી ફરાર થઈ જવા ની જાણ થતાં નજીક ના બાલીસણા ને જિલ્લા પોલીસ સ્ટેશન માં જાણ કરતાં જિલ્લા ના dysp સહિત ના અધિકારીઓ માં દોડધામ મચી છે..જોકે આરોપી હજુ સુધી મળી ન આવતાં પોલીસ દ્વારા હવા માં હવાતિયાં મારતી હોવા નું જાણવા મળી રહ્યું છે.જોકે કોરોના વોર્ડ પાસે સીસી ટીવી લગાવેલા હોઈ આ આરોપી અંગે શોધખોળ અદરી છે.