હાલોલ : પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે કે આગામી તા.૧૬-૧૦-૨૦૨૦ થી તા.૦૧–૧૧–૨૦૨૦ સુધી ભાવિક-ભકતો માટે માતાજીના દર્શનનો લાભ નહી મળી શકે તેથી ભાવિક-ભકતો માટે મંદિર બંધ રહેશે. તા.૦૨-૧૧-૨૦૨૦થી ભાવિક-ભક્તો માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લી રહેશે. પંચમહાલ નું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન શ્રી કાલિકા માતાજીનું મંદિર એ ૫૧ શક્તિપીઠ માનું એક શક્તિપીઠ છે, જયાં માં ભગવતી શ્રી મહાકાલી માતા સાક્ષાત સ્વરૂપે બીરાજમાન છે અને કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દર વર્ષે આસો નવરાત્રીમાં લાખો માઈભકતો માતાજીની આરાધના કરવા પાવાગઢ આવે છે.મંદિર ટ્રસ્ટ, જિલ્લા વહિવટી તંત્ર અને જીલ્લા પોલીસ તંત્ર યાત્રાળુઓની સુવિધા અર્થે ખડે પગે રહે છે. આગામી તા.૧૭- ૧૦-૨૦૨૦ શનિવાર ના રોજ થી આસો નવરાત્રી શરૂ થાય છે, માતાજીનો આ મહાઉત્સવ છે પરંતુ હાલમાં કોવિડ વાયરસની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાયું છે જેથી માતાજીની આરાધના અને ભક્તિ ની સાથે-સાથે માતાજીના ભક્તોના સ્વાથ્ય તેમજ સલામતી પણ ઘણી જ અગત્યની છે, વળી આ વાયરસના સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ખૂબ જ મહત્વ છે, જો તે ન જળવાય તો પણ આ વાયરસનો ચેપ લાગી શકે છે. આ વાયરસ સંક્રમિત વ્યક્તિના સ્પર્શથી પણ લાગી શકે છે. આ અંગે જાગૃતિ ફેલાવવા અને તેના વ્યાપને ઘટાડવા સરકાર તેમજ વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે. તે અંગે સરકાર દ્વારા હાલમાં જ ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે અને તેનો ચુસ્તપણે અમલ કરાવવા સરકાર કટીબધ્ધ છે. આથી સરકારની ગાઈડલાઈન અને ગંભીરતાથી અનુસરીને તેમજ લાખો ભાવિક-ભકતો ના સ્વાચ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને સરકાર તેમજ જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર સાથે ગહન ચર્ચા કરી મંદિર ટ્રસ્ટ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે કે આગામી તા.૧૬-૧૦-૨૦૨૦ થી તા.૦૧–૧૧–૨૦૨૦ સુધી ભાવિક-ભકતો માટે માતાજીના દર્શનનો લાભ નહી મળી શકે એટલે કે ભાવિક-ભકતો માટે મંદિર બંધ રહેશે. તા.૦૨-૧૧-૨૦૨૦થી ભાવિક-ભક્તો માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લી રહેશે. ભાવિક-ભક્તોની શ્રદ્ધા તેમજ લાગણીને ધ્યાને રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢ તળેટી ખાતે તેમજ વડા તળાવ પાસેના પંચમહોત્સવ મેદાન ખાતે મોટા એલઈડી સ્ક્રીન ઉપર માતાજીના લાઈવ દર્શન કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેનો ભાવિક-ભકતો લાભ લઈ શકશે તેમજ મંદિરની વેબસાઈટ ુુુ.ઁટ્ઠુટ્ઠખ્તટ્ઠઙ્ઘરંીદ્બॅઙ્મી.ૈહ ઉપર પણ માતાજી ના લાઈવ દર્શન થઈ શકેશે.નવરાત્રી દરમ્યાન માતાજી ના નિજ મંદિરમાં માતાની સેવા પૂજન ચાલુ રહેશે.