ન્યૂ દિલ્હી-

ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્લેટફોર્મ પે ટી એમ એ આજે જાહેરાત કરી છે કે પે ટી એમ ફાઉન્ડેશન દેશના ૧૨-૧૩ શહેરોમાં ઑક્સિજન પ્લાન્ટ સ્થાપશે. આ કોવિડ-૧૯ ની બીજી તરંગનો સામનો કરી રહેલી હોસ્પિટલોમાં ઑક્સિજન સપ્લાય કરશે. આ ઑક્સિજન પ્લાન્ટ્‌સ સીધા હોસ્પિટલોમાં સ્થાપિત કરવામાં આવશે, જે આખા હૉસ્પિટલની ઑક્સિજન આવશ્યકતાને પૂર્ણ કરશે. આ ઉપરાંત પે ટી એમ ફાઉન્ડેશનએ ૨૧૦૦૦ ઑક્સિજન કંસન્ટ્રેટર ઉભા કરવામાં આવ્યા છે જે સરકારી હોસ્પિટલો કોવિડ કેર ફેસિલિટી, પ્રાઇવેટ હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ અને રેસીડેન્ટ અસોસિએશન આપવામાં આવશે.

કંપનીએ હાલમાં ઓક્સિજન ફોરઇન્ડિયા પહેલના અંતર્ગત આખા ભારત માંથી ૧૦ કરોડ રૂપિયા એકત્રિત કર્યા છે અને તેના તરફથી પણ એમાં ૧૦ કરોડ રૂપિયાનું યોગદાન કરવમાં આવશે ઓક્સિજન ફોરઇન્ડિયા પહેલના હેઠળ એકત્રિત કરેલી રકમ ૨૦ કરોડ રૂપિયા થઇ ગઇ છે. કંપની રાજ્ય સરકારો અને હોસ્પિટલો સાથે ઑક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે વાતચીત કરી રહી છે. આ માટેની મંજૂરી મળતાં જ પે ટી એમ ફાઉન્ડેશન દ્વારા સરકારી હોસ્પિટલોમાં આ ઑક્સિજન પ્લાન્ટ્‌સને વિના ઉપલબ્ધ કરવામાં આવશે.