વડોદરા, તા. ૧૮

મકરપુરા જી.આઇ.ડી.સીમાંથી મહાકાલ સ્ટીલના લોખંડ ભંગારના વાડામાં સંતાડેલા દારુના જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડી તેની વિરુઘ્ઘ માંજલપુર પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાયદસરની કાર્યવાહી કરવામા આવી છે. હાલ ગુજરાતમા ચૂટણીના પડઘમ વાગી રહયા છે તેવામા મકરપુરા જી.આઇ.ડી.સી માં આવેલ મહાકાલ સ્ટીલ જે રાહુલ ત્રિવેદીના (રહે, મંગલદિપ એપાર્ટમેન્ટ ) લોખંડ ભંગારના વાડામાં પીસીબી શાખાને બાતમી મળી હતી કે આ ભંગારના ગોડાઉનમા દારુનો જથ્થો સંતાડેલો હતો જે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા ભંગારના ગોડાઉનમાંથી ઇગ્લીશ દારુનો જથ્થા સાથે એક યુવકને ઝડપી પાડયો હતો. પીસીબી પોલીસે સ્થળ પરથી મયુર ઉર્ફે ભયલુ અરવિંદ પરમાર (રહે, વડસર બ્રીજ પાસે)ને ઇગ્લીશ દારુનો જથ્થો , મોબાઇલ ફોન અને એકિટવા સાથે ઝડપી પાડયો હતો. તથા રાજેશ ઉર્ફે ભુરીયો કરશન પરમાર (રહે, જાંબુઆ) અને રાહુલ સંતાષ ત્રિવેદી (રહે, મંગલદિપ એપાર્ટમેન્ટ )ને વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઝડપાયેલ મયુર પરમાર વિરુઘ્ઘ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી.