વડોદરા, તા.૪
શહેરના કારેલીબાગ સાધનાનગર સોસાયટીમાં કૂતરાએ હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મોરને વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના કાર્યકરો વન વિભાગની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા, જ્યાં લોહીલુહાણ હાલતમાં મળી આવેલ મોરને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા વન વિભાગમાં લઈ જઈને સારવાર હાથ ધરવામાં આવી હતી.
વાઈલ્ડલાઈફ રેસ્કયૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને આજે સાંજે કારેલીબાગ સાધનાનગર સોસાયટીમાંથી ફોન આવ્યો હતો કે, તેમની સોસાયટીમાં કૂતરાઓએ મોર પર હુમલો કરતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. આ અંગે જાણ થતાં જ અરવિંદ પવાર અને તેમની ટીમના કાર્યકરો વડોદરા વન વિભાગની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જાેતાં જ લોહીલુહાણ હાલતમાં મોર પડેલો જાેવા મળ્યો હતો, જેના પગલે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મોરને સ્થળ પર પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે વડોદરા વન વિભાગની કચેરીમાં ખસેડવામાં
આવ્યો હતો.