વડોદરા, તા. ૮

નવાપુરા ગામના રેલ્વે ફાટક પર ગઈકાલે રાત્રી સમયે મગર આવી ચડતા તેનું વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુમાં ભેજવાળા વાતાવરણની સાથે જળાશયોમાં નવા પાણી આવ્યા હોવાથી સરીસૃપો ખાસ કરીને રાત્રી સમયે શાંત વાતાવરણમાં સ્થળાંતર કરવાનું પંસદ કરતા હોય છે , જેથી વિવિધ રહેણાંક વિસ્તારમાં સરીસૃપો નિકળવાના બનાવો છાશવારે જાેવા મળતા હોય છે. ગઈકાલે રાત્રે દસ વાગે નવાપુરા ગામના રેલ્વે ફાટક પર મગર આવી ચડતા રેલ્વે દ્વારા વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ અને વન વિભાગને સંપર્ક સાધતા સાડા ત્રણ ફૂટનો મગર અડધો કલાકની ભારે જહેમત બાદ હાથમાં આવતા તેનું રેસ્ક્યું કરીને વનવિભાગને સોંપવામાં આવ્યો હતો.