લોકોએ ધેરાવો કરીને કહ્યું, તમને ખબર છે અમે કેવામાં રહીએ છીએ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
15, એપ્રીલ 2026  |   વડોદરા   |   2673

વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન વોર્ડ નંબર ૧૨માં સમાવિષ્ટ વિશ્વામિત્રી કાલીદાસ ચાલીઓમાં ભાજપના ઉમેદવારોને સ્થાનિકોના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતુ. ડ્રનેજ અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને મુદ્દે રહીશોએ ઉમેદવારોનો ધેરાવો કર્યો હતો. રહીશોએ કહ્યું હતુ કે, તમને ખબર છે અમે કેવામં રહીયે છે? ઉમેદવારો માટે મતદારોની નારાજગી દૂર કરવી પડકારરૂપ બની રહી છે.

વોર્ડ નંબર ૧૨ના ભાજપના ઉમેદવારો સ્મિત અરદેશણા, શકુંતલાબેન વસાવા, રીટા સિંઘ અને સમીર વાઘેલા જ્યારે વિશ્વામિત્રી કાલિદાસ ચાલ અને પરમારની ચાલમાં પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ સમસ્યાઓ અંગે રોષ ઠાલવ્યો હતો આક્રોશ સાથે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અમારે આવામાં રહેવાનું?, બોલો કામ કરવાની બાહેંધરી આપો છો.અમે કેવામાં રહે છીએ, તમને ખબર છે? બરાબર છે ભાઈ કોઈ નેતા કામ કરતા નથી. તેવા સવાલો સાથે ઉમેદવોરો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.. આ દરમિયાન ભાજપના કાર્યકરો અને વીડિયો ઉતારનાર રહીશો વચ્ચે દલીલો પણ થઈ હતી, જેમાં ભાજપનો એક કાર્યકર વીડીયો ઉતારવાની ના પાડતા. કેમ વીડિયો નહીં ઉતારવાનો? તેમ કહ્યું હતુ.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution