ડભોઇ : ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે ગ્રામ્ય કક્ષાાના વન મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ રખાયો હતો. આ પ્રસંગે પોલીસ જવાનો, હોમગાર્ડ, જી.આર.ડી., સહિત નગરજનો ઉપસ્થીત રહ્યા હતા. ડભોઇ પોલીસ દરેક ગામડાઓમાં આવેલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં પણ વૃક્ષ વૃક્ષારોપણના કાર્યક્રમો યોજ્યા સમગ્ર તાલુકામાં વધુમાં વધુ વૃક્ષો રોપાય જેને લઇને જે ગરમી પડે છે જો વધુ ને વધુ વૃક્ષો રોપાય તો ગરમીનું પરમાણુ ઓછું થાય અને તાજા ફળ ફળાદી દરેક ગામડાવાસીઓને ખાવા મળી શકે સરકારનું એક લક્ષણ છે. પાંચ કરોડથી વધુ  વૃક્ષારોપણ થાય તેવી પહેલ ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા એક સંકલ્પ લીધો છે. જેને લઇને પોલીસ સ્ટેશનોમાં ઓનલાઇન ખાતમુર્હુતો કરાયા હતા.