આંધ્રપ્રદેશમાં-

આંધ્ર પ્રદેશમાં કોરોના મહામારીના કારણે દેશમાં લોકડાઉન દરમિયાન સરકારના આદેશ પર રાજ્યમાં દારૂની દુકાનો સંપૂર્ણ રીતે બંધ છે. ચોરીથી લોકો બેગણા ભાવે દારૂ ખરીદી પીઇ રહ્યા હતા. તો નશાના આદી લોકોને દારૂ ન મળવા પર પોતાનું જીવન દાવ પર લગાવી રહ્યા છે. આ રીતનો જ એક મામલો આંધ્ર પ્રદેશમાંથી સામે આવ્યો છે.

રૂની લત છીપાવવા માટે અમુક લોકોએ સેનેટાઇઝર પીઇ લીધું. ત્યાર પછી 9 લોકોના મોત થયા છે. પોલીસ અનુસાર, 3 લોકોના મોત ગુરુવારે થયા હતા તો અન્ય 6 વ્યક્તિઓના મોત શુક્રવારના રોજ થયા છે. લોકડાઉનને લીધે રાજ્યમાં બધી દારૂની દુકાનો પાછલા 10 દિવસોથી બંધ છે. એવામાં દારૂની લતના લોકોએ સેનેટાઇઝરનું સેવન કરવાનું શરૂ કરી દીધું, જેનો ઉપયોગ હાથોને સાફ કરવા માટે કરવામાં આવે છે.

મૃતકોમાં 3 ભિક્ષુકો પણ સામેલ છે. તેમાંથી બે સ્થાનીક મંદિરમાં ભીખ માગવાનું કામ કરતા હતા. આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના કુરિચેદુ મંડળ મુખ્યાલયની આ ઘટના છે. ગુરુવારે રાતે અચાનક તેમના પેટમાં જલન થવા લાગી અને તરત તેમનું મોત થઇ ગયું. તો અન્યની મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થઇ છે.