આમ તો આપણે બધા ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાના શોખીન હોઇએ છીએ અને તેમાં પણ જો પેરી પેરી ફ્રાઇસ મળી જાય તો મજા બમણી થઇ જાય છે.આમ તો આપણે બધા ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાના શોખીન હોઇએ છીએ અને તેમાં પણ જો પેરી પેરી ફ્રાઇસ મળી જાય તો મજા બમણી થઇ જાય છે. પેરી પેરી મસાલાનો સ્વાદ એકદમ જીભે ચોંટી જાય તેવો હોય છે, મેકડોનાલ્ડમાં આ મસાલા માટે વધારે રૂપિયા લેવામાં આવે છે, પરંતુ જો આ મસાલો તમે ઘરે જ બનાવશો તો રૂપિયા આપવાની પણ જરૂર નહી પડે અને સરળતાથી બની જશે. 

સામગ્રી :

2 ચમચી ઓરેગાનો ,1 ચમચી રેડ ચિલી ફ્લેક્સ (પ્રેપિકા),2 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 2 ચમચી લસણ પાઉડર,1/4 ચમચી તજ પાઉડર,1/4 ચમચી એલચી પાઉડર,1/2 ચમચી સૂંઠ પાઉડર,1/2 ચમચી ખાંડ પાઉડર,1 ચમચી મરી પાઉડર,સ્વાદનુસાર મીઠું

બનાવાની રીત:

એક મિક્સર જારમાં ઓરેગાનો અને પ્રેપિકાને લઇને ક્રશ કરી લો. બંને એકદમ પાઉડર ફોર્મમાં થઇ જાય તેવું ક્રશ કરી લો.હવે એક બાઉલ લો, તેમાં ક્રશ કેરેલો ઓરેગાનો અને પ્રેપિકા લો. હવે તેમાં લસણ પાઉડર, તજ પાઉડર, એલચી પાઉડર, સૂંઠ પાઉડર, દળેલી ખાંડ, મરી અને મીઠું લઇને મિક્સ કરી લો. આ મસાલાને એર ટાઇટ ડબ્બામાં મૂકીને ફ્રિજમાં રાખી લો, એક મહિના સુધી બગડશે અને જ્યારે પણ ઇચ્છા થાય ત્યારે ફ્રેન્ચ ફ્રાઇસમાં મિક્સ કરીને ખાઇ લો.