દિલ્હી-

દેશમાં આજે પેટ્રોલ-ડીઝલની નવી કિંમત જાહેર થઈ છે. જોકે, જે 15મા દિવસે પણ આ કિંમતમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જ્યારે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 2 વાર ઘટાડો થયો હતો. એટલે કે 1 સપ્ટેમ્બર અને 5 સપ્ટેમ્બરે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 13થી 15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો. જોકે, હજી પણ દેશના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિલિટરની નજીક કે તેનાથી પાર થઈ ગયું છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતા જેવા મેટ્રો શહેરોમાં તો હજી પણ પેટ્રોલ 100ને પાર ચાલી રહ્યું છે. જ્યારે ભોપાલ, લખનઉ અને બેંગ્લુરુ જેવા શહેરોમાં પણ પેટ્રોલની કિંમત ઉંચી છે. તો ડીઝલ પણ મોંઘું વેચાઈ રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.