દિલ્હી-

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ મંગળવારે ફરી એક વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલ લિટર દીઠ 15 પૈસા અને ડીઝલ 18 પૈસા, પ્રતિ લીટર મોંઘુ થયુ છે. નોંધનીય છે કે, અગાઉ 15 એપ્રિલના રોજ પેટ્રોલ 16 પૈસા, જ્યારે ડીઝલ 14 પૈસા સસ્તુ હતુ.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નાઈ માં પેટ્રોલના ભાવ ક્રમશ: - 90.55 રૂપિયા, 96.95 રૂપિયા, 90.76 રૂપિયા અને 92.55 રૂપિયા પ્રતિ લીટર, પર પહોંચી ગયા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ ક્રમશ: - 80 .91 રૂપિયા, 87.98 રૂપિયા, 83.78 રૂપિયા અને 85.90 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે વેચાઇ રહ્યુ છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં આ અઠવાડિયે વધારો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડ 0.32 ડોલર વધીને 67.40 ડોલર પ્રતિ બેરલ સ્થિર થયો. તે જ સમયે, ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ 0.67 ડોલર વધીને 64.58 ડોલર ના સ્તરે સ્થિર થયો.