સતત 18 માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલ ના ભાવો સ્થિર
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, મે 2021  |   1881

દિલ્હી-

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો વધારો અને વિધાનસભાની ચૂંટણીના અંત પછી પણ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 18 મા દિવસે તેલની કિંમતો સ્થિર રાખી છે. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 90.40 રૂપિયા છે, જ્યારે ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લિટર છે.

ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, દેશ ના અન્ય ત્રણ મહાનગરો મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈના અન્ય મહાનગરોમાં પેટ્રોલ અનુક્રમે 96.82 રૂપિયા, 90.62 રૂપિયા અને 92.43 રૂપિયા પ્રતિ લિટર રહ્યા છે. તે જ સમયે, આ મહાનગરોમાં ડીઝલ પણ ક્રમશ 87.81 રૂપિયા, 83.61 રૂપિયા અને Rs.75.73 રૂપિયા પ્રતિ લીટર પર રહ્યા છે. નોંધનીય છે કે, 15 એપ્રિલે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ 16 પૈસા, જ્યારે ડીઝલ 14 પૈસા સસ્તુ કર્યું હતુ. જોકે, સિંગાપોરમાં આ અઠવાડિયે કારોબાર શરૂ થયો હતો, જેમાં બ્રેન્ટ ક્રૂડ 0.32 ડોલર પ્રતિ બેરલ વધીને, 67.08 અને ડબ્લ્યુટીઆઇ ક્રૂડ પણ 0.33 ડોલર વધીને 63.91 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution