ઓસ્ટ્રેલિયન કેમ્પમાં ઉજવણીનો માહોલ જારી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે સાબરમતી નદી પર ક્રૂઝ પર ટ્રોફી સાથે ફોટોશૂટ કરાવતો જાેવા મળી રહ્યો છે. આ દરમિયાન અન્ય લોકો પણ ત્યાં હાજર જાેવા મળે છે. આ વીડિયોને શેર કરતી વખતે લખ્યું કે, ‘ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ અમદાવાદમાં સાબરમતી નદીના ક્રૂઝ પર વર્લ્ડ કપ સાથે પોઝ આપી રહ્યા છે.’ ભારત સામેની ફાઈનલ મેચમાં જીત બાદ ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન ઘણો ખુશ છે. મેચ બાદ પોતાની લાગણી વ્યક્ત કરતા તેણે કહ્યું, ‘મને લાગે છે કે અમે છેલ્લી મેચ માટે અમારું શ્રેષ્ઠ પ્રદર્શન સાચવ્યું હતું. મોટી મેચોમાં કેટલાક ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન સામે આવ્યું છે.કાંગારૂ કેપ્ટને વધુમાં કહ્યું, ‘મેચ પહેલા અમે વિચાર્યું હતું કે લક્ષ્યનો પીછો કરવાનો ર્નિણય સાચો સાબિત થશે. પીચ એકદમ ધીમી દેખાતી હતી. સ્પિનરોને વધારે મદદ મળી રહી ન હતી. અમે યોગ્ય લેન્થ બોલિંગ કરી. જેનો અમને ફાયદો થયો અને જીતનો આનંદ લેતા જાેવા મળ્યા હતા.