ઇન્ડોનેશિયા-

ઇન્ડોનેશિયા મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, અહીયા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે કોઈ તફાવત જોવા મળતો નથી. મુસ્લિમ બહુમતી હોવા છતાં, હિન્દુ સંસ્કૃતિ સાથે સમાનતા અને ભાઈચારો જોવા મળશે. આનાથી મોટી વાત શું હોઈ શકે કે ત્યાંની નોટ પર હિન્દુ દેવ ગણેશજીનો ફોટો જોવા મળે. 

ઇન્ડોનેશિયાનું ચલણ રૂપૈયા છે.  ત્યાની 20 હજાર રૂપિયાની નોટ પર નજર નાખો તો તેમાં તમણે ગણેશજીની તસવીર જોવા મળશે. કહેવાય છે કે ભૂતકાળમાં ઇન્ડોનેશિયા પર હિન્દુ શાસનનો પ્રભાવ હતો. પહેલી સદીમાં, ઇન્ડોનેશિયા પર હિન્દુ શાસકોના રાજને કીરણે તેમની ધર્મ અને સંસ્કૃતિમાં હિન્દુઓની છાપ દેખાય છે. ઇન્ડોનેશિયામાં હિન્દુ દેવી -દેવતાઓની મૂર્તિઓ અને મંદિરો અનેક સ્થળોએ બનાવવામાં આવેલા છે.

ઇન્ડોનેશિયામાં રામાયણ અને મહાભારતની કથા ઘરે ઘરે કહેવામાં આવે છે. જકાર્તા સ્ક્વેર પર કૃષ્ણ-અર્જુનની પ્રતિમા છે. ઇન્ડોનેશિયાની હનુમાનજીને પોતાના ગુરુ માને છે. બાલી ટુરિઝમના લોગો પર હિંદુ પ્રાચીન કથા અને વાર્તાઓનો સમાવેશ જોવા મળશે. ઇન્ડોનેશિયામાં બાંગડૂંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીનો લોગો ગણેશ પર આધારિત છે.1997 માં એશિયાના લગભગ તમામ દેશોના ચલણની વેલ્યું નીચી આવી હતી. એવો કોઈ દેશ નહોતો કે જેની અર્થવ્યવસ્થા તૂટી ન હોય. નાણામંત્રીએ કહ્યું હતું કે જ્યારે તમામ એશિયન દેશો તેમની ચલણના અવમૂલ્યનથી પરેશાન હતા ત્યારે કોઈએ નોટ પર ગણેશજીની તસવીર લગાવવાની સલાહ આપી હતી.ઇન્ડોનેશિયાએ પણ એવું કર્યું અને અવમૂલ્યનથી છૂટકારો મેળવ્યો હતો. તે પછી એવું ક્યારેય નથી થયુ કે ઇન્ડોનેશિયાએ ચલણના અવમૂલ્યનનો સામનો કર્યો હોય. આ અંગે કોઈ પુરાવા નથી, પણ લોકો આવું કહે છે. ત્યારથી ભગવાન ગણેશની તસવીર ઇન્ડોનેશિયાની નોટ પર જોવા મળે છે.