વડોદરા, તા.૨૫

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ સરકારી જી.એમ.ઇ.આર.એસ હોસ્પિટલમાં વહીવટી તંત્ર દ્વારા ચાલતી પોલમ પોલ અને લાલિયાવાડી ની ચાડી ખાતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં કબૂતરો વિઝીટ માં આવતા તબીબોના માથા ઉપર તેમજ દાખલ દર્દીઓના પલંગ ઉપર કરતા નજરે પડી રહ્યા છે. એટલું જ નહીં આઈસીયુ વોર્ડમાં તમામ એસી તથા સીલીંગ ફેન બંધ હાલતમાં નજરે પડી રહ્યા છે. જેથી દર્દીઓને પેડલર પંખાથી કામ ચલાવવામાં આવી રહ્યું છે. ને લઈને દર્દીઓ તથા તેમના સગા વાલાઓમાં ભારે છુપા રોષની લાગણી વ્યાપી છે.

વડોદરામાં ગોત્રીમાં સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સાધન સંપન્ન સહિત આરોગ્ય સેવાઓ સુવિધા સભર મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે ગોત્રી જી એમ ઈ આર એસ હોસ્પિટલ સાથે મેડિકલ કોલેજ પણબનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ સારવાર અર્થે આવે છે અને વોર્ડમાં દાખલ કરવામાં આવે છે. કેટલાક દર્દીઓને સારવારની જરૂરત પ્રમાણે આઈસીઓ માં દાખલ કરવામાં આવે છેગોત્રી હોસ્પિટલના ઉપલા મારે આવેલ આઇસીયુ વોર્ડમાં છેલ્લા કેટલાય સમયથી દર્દીઓની સુવિધા માટે ઉપલબ્ધ કરવામાં આવેલા અને વોર્ડમાં લગાવવામાં આવેલા એસી અને સીલીંગ ફેન છેલ્લા કેટલાય દિવસથી બંધ હાલતમાં હોવાનું જાણકાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને આઇસીયુ બોર્ડમાં દાખલ દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.ત્યારે ગોત્રીની સરકારી જીએમઇઆરએસ હોસ્પિટલના વહીવટી તંત્રની ચાલતીલાલિયા વાડી અને પોલમ પોલ છતી થઈ છતી થઈ છે. એટલું જ નહીં એસી અને સીલીંગ ફેન બંધ હોવાથી આઈસીયુ વોર્ડમાં કબૂતરો આટા ફેરા મારતા જાેવા મળી રહ્યું છે. અને દર્દીઓની વિઝીટ માં આવતા તબીબો પણ કબૂતરોના આટા ફેરા ને લઈને પરેશાન થઈ રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. અલબત્ત હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં પક્ષીઘર હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. એસી બંધ હોવાને કારણે કબૂતરો એસી ઉપર બેસી રહેતા હોવાનું અને ગંદકી કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

દર્દીઓ માટે પેડરલ ફેન મૂકાયાં!

 હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં પક્ષીઘર હોય તેવા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. એસી બંધ હોવાને કારણે કબૂતરો એસી ઉપર બેસી રહેતા હોવાનું અને ગંદકી કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. એસી અને સીલીંગ ફેન બંધ હોવાને કારણે દર્દીઓને હાલના તબક્કે વોર્ડમાં દાખલ દર્દીઓને પેડરલ ફેન થકી સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.