વઢવાણ, ચોટીલા, દસાડા, ધ્રાંગધ્રા અને લીંબડી વિધાનસભાની સીટના ભાજપના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર માટે આજે સુરેન્દ્રનગર દૂધરેજ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સભા દરમિયાન ૫ વર્ષની બાળકી આરાધ્યાના મોદી ફ્રેન્ડ બન્યા હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકીને મળી અને ઓટોગ્રાફ્સ પણ આપ્યો હતો. જેમાં ૫ વર્ષની બાળકી આરાધ્યાની સ્પીચ સાંભળી મોદી પણ આશ્ચર્યચકિત બન્યા હતા અને બાળકી અને તેમના પરિવારને સ્ટેજ નજીક બોલાવી અને ઓટોગ્રાફ્સ આપ્યો હતો. બાળકીએ ભાજપ માટે એક ગીત પણ ગાયું હતું.