અમદાવાદ-

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, સમાજની ઉમદા સેવા માટે આપણે આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને હંમેશાં યાદ રાખીશું. તેમણે માનવ દુઃખોને દૂર કરવા માટે સખત મહેનત કરી હતી. તેઓને માત્ર ભારતમાં જ નહીં પણ વૈશ્વિક સ્તરે અસંખ્ય લોકો દ્વારા યાદ કરવામાં આવશે.

આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને અપાર જ્ઞાન પ્રાપ્ત થયું હતું. સમુદાય સેવા, શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પરના તેમના કાર્યો હંમેશાં યાદ રહેશે. હું તેમની સાથેની મારી ઘણી મુલાકાતોને ક્યારેય ભૂલીશ નહીં. ઓમ શાંતિ."

અમદાવાદ મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન વહેલી સવારે અવસાન થયું હતું. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે કરવામાં આવ્યા હતા.