PM મોદી ચૂપ, કોરોના મહામારી વિરુદ્ધ આત્મસમર્પણ કર્યું: રાહુલ ગાંધી 
27, જુન 2020

 દિલ્હી,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોરોના મુદ્દે સતત મોદી સરકાર સામે સવાલો કરી રહ્યા છે. લદ્દાખની ગલવાન ખીણમાં ચીન સાથેની હિંસક અથડામણમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા. તે અંગે રાહુલ ગાંધીએ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ માંગ્યા હતા ત્યારે હવે તેમણે કોરોના વાયરસ સંક્રમણ મામલે સવાલ કર્યા છે.

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પાસે કોરોનાનો સામનો કરવા કોઈ યોજના ન હોવાનો આરોપ મુક્્યો હતો. રાહુલ ગાંધીએ ટ્વીટમાં લખ્યું હતું કે, 'કોરોના વાયરસ દેશના નવા વિસ્તારોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.

ભારત સરકાર પાસે તેનો સામનો કરવા માટે કોઈ યોજના નથી. વડાપ્રધાન ચૂપ છે. તેમણે મહામારી સામે આત્મસમર્પણ કરી દીધું છે અને તેનો સામનો કરવા મનાઈ કરી દીધી છે.'

રાહુલ ગાંધીએ કોરોના વાઈરસના મુદ્દે મોદી સરકાર પર એવા સમયે નિશાન સાધ્યુ જ્યારે દેશમાં સંક્રમિત દર્દીઓનો આંકડો પાંચ લાખથી વધારે થઈ ચૂકયો છે. બીજી તરફ વડાપ્રધાન મોદી કહી ચૂક્્યા છે કે ખબર નહીં આ બીમારીમાંથી કયારે છુટકારો મળશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution