લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, જુલાઈ 2026 |
990
પીએમ મોદી ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.પીએમ મોદી પોતાની ૬ દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચી ગયા છે. ૪૦ વર્ષ પછી કોઈ ભારતીય પીએમની આ ન્યુઝીલેન્ડ યાત્રા છે. આ પહેલા ૧૯૮૬માં દિવંગત રાજીવ ગાંધી ન્યુઝીલેન્ડના પ્રવાસે ગયા હતા.
પ્રવાસની શરૂઆત ન્યુઝીલેન્ડ સરકાર સાથે દ્વિપક્ષીય વાતચીતથી થશે. આ દરમિયાન બંને દેશ કરારને ફાઈનલ કરશે. સાથે જ પીએમ એક બિઝનેસ ઇવેન્ટ અને પછી એક સ્પોર્ટિંગ ઇવેન્ટમાં ભાગ લેશે.
આ પછી પીએમ ઓકલેન્ડમાં ૪૦ હજાર ભારતીયોને પણ સંબોધન કરશે. પીએમના સ્વાગત માટે ભારતીય સમુદાયે ‘કિયા ઓરા મોદી’ કાર્યક્રમનું આયોજન કર્યું છે.પીએમ મોદી પોતાની ૬ દિવસીય યાત્રાના અંતિમ ચરણમાં ન્યુઝીલેન્ડ પહોંચ્યા છે. મોદીએ કહ્યું-ઓસ્ટ્રેલિયન ટી-૨૦ લીગની ઓપનિંગ મેચ ભારતમાં રમાશે
મોદીએ તેમના ઓસ્ટ્રેલિયા પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ની મુલાકાત લીધી. આ દરમિયાન તેમની સાથે ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બેનીઝ અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ વો પણ હાજર રહ્યા હતા.