લેહ,
ચીન સાથે સરહદ પર ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે અચાનક લેહ પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે સવારે અહીં પહોંચ્યા હતા અને જવાનોને મળ્યા હતા. અગાઉ આ પ્રવાસ માટે ફક્ત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત આવવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ વડાપ્રધાન પણ લેહ ખાતે જવાનોની મુલાકાતે પહોંચ્યા હતા.
મે મહિનાથી ચીન સાથેની સરહદ પર તણાવ ચાલી રહ્યો છે અને સરહદ પર સતત ગંભીર પરિસ્થિતિ છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં આગમન થતાં બધાને આશ્ચર્ય થયું છે. આ પહેલા શુક્રવારે માત્ર સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહનો લેહનો પ્રવાસ કરવાના હતા. આજે સીડીએસ બિપિન રાવત અહીં 14 કોર્પ્સના અધિકારીઓ સાથે બેઠક યોજવાના હતા.