દિલ્હી- 

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સાંજે 4 વાગ્યે વિવાટેક સંમેલનની પાંચમી આવૃત્તિને મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ) એ મંગળવારે એક નિવેદનમાં આ માહિતી આપી. પીએમઓએ કહ્યું કે, વડા પ્રધાન આ પરિષદમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. આ સંમેલન 16 થી 19 જૂન દરમિયાન યોજાવાની છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, સ્પેનિશ વડા પ્રધાન પેડ્રો સાંચેઝ અને યુરોપના વિવિધ દેશોના પ્રધાનો અને સંસદસભ્યો પણ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓમાં છે. આ કાર્યક્રમમાં એપલના સીઇઓ ટિમ કૂક, ફેસબુકના પ્રમુખ અને સીઇઓ માર્ક ઝકરબર્ગ અને માઇક્રોસના પ્રમુખ બ્રાડ સ્મિથ, કોર્પોરેટ જગતના અન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. યુરોપની સૌથી મોટી ડિજિટલ અને સ્ટાર્ટઅપ ઇવેન્ટ વિવાટેક 2016 થી દર વર્ષે પેરિસમાં યોજાઇ રહી છે. જાહેરાત અને માર્કેટિંગ જગતની અગ્રણી કંપની પબ્લિસિસ ગ્રુપ અને અગ્રણી ફ્રેન્ચ મીડિયા જૂથ લેસ ઇકોઝ દ્વારા સંયુક્ત રીતે તેનું આયોજન કરવામાં આવ્યું છે.