દિલ્હી-

PMO એ એક નિવેદનમાં કહ્યું હતું કે, મોદી આ પ્રસંગે બિહારમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સંબંધિત કેટલીક અન્ય યોજનાઓ પણ શરૂ કરશે.

ડિજિટલ માધ્યમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ઉપરાંત કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી પ્રધાન ગિરિરાજ સિંહ પણ ઉપસ્થિત રહેશે. આ સમય દરમિયાન, તેઓ PMMSY યોજના હેઠળ 107 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ શરૂ કરવાની પણ જાહેરાત કરશે.ડુમરા ખાતે સીતામઢીના પાંચ કરોડના ખર્ચે બકરી માછલી બીજ ફાર્મ, કિશનગંજની ફિશરીઝ કોલેજ રૂપિયા 10 કરોડ અને પટણામાં આવેલી બિહાર વેટરનરી યુનિવર્સિટી, જળચર રેફરલ લેબોરેટરીનું ઉદ્ધાટન કરશે.

PM નરેન્દ્ર મોદી ગુરુવારે બિહારમાં 294.53 કરોડ રૂપિયાની યોજનાઓની ભેટ આપશે. આ તમામ યોજનાઓ મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને કૃષિ વિભાગને લાગતી છે. વડાપ્રધાન મોદી 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના'શરૂ કરશે. આ ઉપરાંત, ખેડૂતો માટે બજાર અને માહિતી સંબંધિત " ઈ-ગોપાલ એપ" પણ શરૂ કરવામાં આવશે.