સુરત-

ઘોઘા-હજીરા રો-પેક્ષ સેવાને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩૮૦૦ મુસાફરોનું બુકિંગ થઈ ચૂક્્યું છે. હવે ૮ નવેમ્બરે પીએમ મોદીના હસ્તે વચ્ર્યુઅલ લોકાર્પણ થશે. બીજી બાજુ હજુ તો હજીરાની ફેરી શરૂ નથી થઈ ત્યાં કંપની દ્વારા હજીરાથી દીવ અને પીપાવાવની રો-પેક્ષ ફેરી શરૂ કરવાની તૈયારી કરી રહી છે. મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા-ઘોઘા રો-પેક્સ ફેરી સર્વિસની શુભ શરૂઆત આવતી કાલે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રો-પેક્સ ફેરીનું વચ્ર્યુઅલ ઉદઘાટન કરશે. ૨૪ કલાકમાં જ ૩૮૦૦ યાત્રી અને ૧૭૦૦ વાહનોનું બુકિંગ થયું હોવાનું જાણવા મળ્યું છે. રવિવારે રાજયના મુખ્યમંત્રી વિજય સ્પાણી સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત કેન્દ્રિય મંત્રી મનસુખ મંડાવીય પણ સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ પર હાજર રહેશે. સુરત હજીરા-ઘોઘા રોરો ફેરીનુ જહાજ પોર્ટ પર આવી ગયુ છે. ભારતમાં પહેલુ એવુ જહાજ છે જેમાં વાહનો સાથે પેસેન્જર જઇ શકે તેવી સુવિધા છે.

પેસેન્જર માટે બિઝનેસ ક્લાસ, એક્ઝિકયુટીવ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ છે. ૪ કલાકમાં તેઓ હજીરાથી ઘોઘા પહોંચી જશે. જહાજમાં ૫૦ ટ્રક, ૧૦૦ કાર, ૫૦ બાઇક, ૫૦૦ મુસાફર અને ૩૪ ક્રૂ મેમ્બર એક સાથે ફેરી સર્વિસમાં રવાના થઇ શકશે. રોરો ફેરીથી ઘોઘા અને હજીરા વચ્ચેનુ ૩૭૦ કિમીનું અંતર ૯૦ કિમીમાં પૂર્ણ થઇ જશે. સુરતથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી સુરત આવનારા મુસાફરોને સમયની બચત થશે. સુરત હજીરાથી – ઘોઘા ફેરી સર્વિસના ટ્રાયલ રનમાં ઇલેકટ્રોનીક ખામીની સાથે જેટી સુધી લાવવા માટે દરીયામાં પુરતુ પાણી નહીં હોવાના લીધે તેને પોર્ટ પર ખેંચીને લાવનાની સ્થિતી સર્જાઇ હતી, તેના કારણે સવારે ૧૧ કલાકને બદલે જહાજ જ સાંજે ૫.૨૫ કલાકે હજીરા પોર્ટ પર આવ્યુ હતું.

હજીરા રોડ પર આવેલા અદાણી પોર્ટ દેખાતું જહાજ મોડુ આવવાને કારણે ટ્રાયલ રન પણ શકય બન્યો નહોતો. આગામી ૮મી નવેમ્બરના રોજ હજીરાથી ઘોઘા વચ્ચે રોમેકસ ફેરી સર્વિસની શરૂવાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે . તે પહેલા હજીરાથી ઘોઘા વચ્ચે ટ્રાયલ રન કરવામાં આવનાર હતો. આ માટે ઘોઘાથી સવારે જહાજ નીકળીને ૧૦ કલાકની આસપાસ સુરત આવવાનુ હતુ. ત્યાર બાદ સવારે ૧૧ કલાકે હજીરાથી ટ્રાયલ રન માટે જહાજને રવાના કરવામાં આવનાર હતુ, પરંતુ ઘોઘાથી જહાજ નીકળ્યા બાદ ખરાબ વાતાવરણની સાથે દરીયાઇ મોજાને લીધે મધદરીયે જ જહાજને અટકાવી દેવામાં આવ્યુ હતું. આ જહાજ હજીરા ખાતે સવારે ૧૦ કલાકે આવવાનું હતું, પરંતુ સાંજે ૫.૨૫ કલાકે હજીરા પોર્ટ પર આવ્યું હતું.