લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, એપ્રીલ 2026 |
4059
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા. તેમણે નક્કી કરેલા સમયપત્રક (શેડ્યૂલ) મુજબ ગર્ભગૃહમાં લગભગ ૩૦ મિનિટ સુધી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન પંચ પુરોહિતોએ તેમને પૂજા કરાવી હતી. ગર્ભગૃહમાં કાશી વિશ્વનાથની પૂજા કરતાં પીએમ મોદીની શાનદાર તસવીરો પણ સામે આવી છે. પૂજા કર્યા બાદ જ્યારે પીએમ મોદી બહાર આવ્યા ત્યારે ભાજપ નેતાઓએ તેમને ત્રિશૂળ અને ડમરુ ભેટમાં આપ્યા હતા. ત્યાર બાદ પીએમ મોદીએ ત્રિશૂળ ઉપાડીને હવામાં લહેરાવ્યું હતું.