કાઠમાંડૂ-

પહેલાથી પાર્ટીમાં વિરોધનો સામનો કરી રહેલા નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમની કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળના સીનિયર લીડર નારાયણકાજી શ્રેષ્ઠાએ ઓલીના ભારત અને અયોધ્યા અંગે આપેલા નિવેદનોની ટિકા કરીને તેને ખોટા ગણાવ્યા છે. શ્રેષ્ઠાના જણાવ્યા પ્રમાણે, ઓલીના નિવેદનોના કારણે નેપાળ અને ભારતના સંબંધો બગડી શકે છે.શ્રેષ્ઠા પાર્ટીની સૌથી મજબૂત એકમ સેન્ટ્રલ કમિટિના સચિવ અને પાર્ટીના પ્રવક્તા પણ છે.

ઓલીએ ગત દિવસોમાં નેપાળના વીરગંજ જિલ્લાના થોરીને ભગવાન રામનું જન્મસ્થળ ગણાવ્યું હતું. આ પહેલા તેઓ ભારત પર તેમને ખુરશી પરથી હટાવવાના ષડયંત્ર રચવાનો આરોપ લગાવી ચુકયા હતા.ભારતે આ નિવદેન માટે કોઈ પ્રતિક્રિયા નહોતી આપી. પરંતુ ઓલીને તેમની જ પાર્ટીના સીનિયર લિડરશીપ પાસેથી જવાબ મળી રહ્યો છે. મુખ્ય વિરોધી પ્રચંડના નેતૃત્વ વાળુ જૂથ ઓલીના રાજીનામાની માંગ કરી રહ્યું છે.

ઓલીના નિવેદનો અંગે શ્રેષ્ઠાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્ય્šં કે, આ પ્રકારના નિવેદન ખોટા, બિનજરૂરી, નક્કામાં છે. આવા નિવેદનોથી તણાવ પેદા થાય છે. એક વડાપ્રધાન આ પ્રકારની વાતો કેવી રીતે કરી શકે છે. આ તો ભારત સાથે આપણા સંબંધ બગાડવાની વાત છે. એવું કહેવું ખોટું નથી કે વડાપ્રધાન ભારત વિરોધી નિવેદન આપીને ભયાનક ભૂલ કરી રહ્યા છે. જાે આપણી વચ્ચે કોઈ મતભેદ છે તો તેનું વાતચીત દ્વારા નિરાકરણ લાવી શકાય છે.