વડોદરા, તા.૬

વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વરણાંમા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો મારી લોખંડના સળિયા ચોરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આયોજનબઘ્ઘ રીતે આ ગેંગ સળિયાનાં ટ્રાન્સપોર્ટ સમયે સિફતપુર્વક લોખંડનાં સળિયા ચોરી કરતી હતી.

રાષ્ટ્રીય ઘોરીમાર્ગ ૪૮ પર આવેલ વરસાડા ગામ પાસે અર્મુતસર હોટલ પાછળ સ્ટેટ મોનીટીરીંગ સેલે બાતની આઘારે છાપો મારી ગેંગનાં ચાર આરોપીઓની ઘરપકડ કરી હતી. અને તેમની પાસેથી રૂપિયા ૫૭,૮૫,૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જેમાં ૩૫૦ કિલો લોખંડનાં સળિયા,વાહનમાં૬૦,૨૬૯ કિલો લોંખડનાં સળિયા જેની કિમંત રૂપિયા ૩૭,૩૬, રોકડ રૂપિયા ૧૨,૫૩૦, મોબાઇલ નંગ ૦૩ રૂપિયા ૧૫,૦૦૦, વાહનો ૦૨ રૂપિયા૨૦,૦૦૦૦૦ મળી ને કુલ મુદ્દામાલ ૫૭,૩૫,૩૫૦ નો કબજે કર્યો છે. અને ચાર આરોપીઓની ઘરપકડ કરી છે જયારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

ધરપકડ કરાયેલ આરોપીઓ

• દલજીતસિંગ સુખચંદસિંગ બટર • લવપ્રિતસિંગ દલજીતસિંગ સોથા • સર્વેશ ગંગારામ પાલ • પન્નાલાલ રામબચ્ચન યાદવ

વોન્ટેડ આરોપી

• વિક્રમસિંગ દલબીરસિંગ ઉફ્રે કાલાસિંગ સાઘુ • સ્ટેટ મોનીટીરંગ સેલે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં વરણાંમા

પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંઘી છે.

ચોરીનો માલ કોણે ખરીદ્યો છે તે તપાસનો વિષય

 લોખંડનાં સળિયા ચોરતી ગેંગ આયોજન બઘ્ઘ રીતે ચોરી કરીને બાંઘકામ ક્ષેત્ર સંકળાયેલ કોન્ટા્રકટરો ને આ સ્ટીલનાં સળિયા છુટક અને જથ્થાબંઘ રીતે વેચતા હતા. એસએમસીએ સમગ્ર સ્ટીલ ચોરીની ફરીયાદ વરણાંમા પોલીસ સ્ટેશનમાં નોંઘાવી છે ત્યારે હવે સ્થાનિક પોલીસ સમગ્ર ચોરીની મોડસ ઓપરેન્ડીઝ સહિત સ્થાનિક કક્ષાએ ચોરીનો માલ કોણે ખરીદયો છે સહિતની ઝણવટભરી તપાસ હાથ ઘરશે.

સ્થાનિક પોલીસ, જિલ્લા એલસીબી, એસઓજી, ઊંઘતી ઝડપાઇ

 સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રાષ્ટ્રીય ઘોરીમાર્ગ પર વરસાડા ગામ પાસે પાર્કિગ કરવામાં આવતા મોટા ટ્રેલરોમાંથી લોંખંડનાં સળિયાઓની આયોજનબઘ્ઘ રીતે ચોરી કરી તેને બજારભાવ કરતા સસ્તા ભાવે વેચવાનું કોભાંડ ચાલી રહ્યું છે અને આ બાતમીનાં આઘારે સ્ટેટ મોનીટરીંગ સેલે છાપો મારી સમગ્ર લોખંડનાં સળિયા ચોરીનું કોભાંડ ઝડપી પાડયું છે ત્યારે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વરણાંમા પોલીસ, જીલ્લા એલસીબી, જિલ્લા એસઓજી ઉઘતા ઝડપાયા હતા.