18, સપ્ટેમ્બર 2025
વડોદરા |
1584 |
કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતા હાર્દિકને સુરત ખાતેથી પોલીસે ઝડપી પાડ્યો હતો

દરજીપુરાના ચકચારી દિપેન મર્ડર કેસમાં પકડાયેલો સૂત્રધાર હાર્દિક પ્રજાપતિ કોર્ટની કેન્ટીનમાંથી ફરાર થઇ જતાં પોલીસે સીસીટીવી ફૂટેજ મારફતે તેને સુરત ખાતે બહેનને મળવા જતાં ઝડપી પાડયો હતો.
હાર્દિક કોર્ટમાંથી ભાગીને સાવલી ગયો હતો અને ત્યાં રવિને મળી રૃ.૨હજાર લઇ ફરાર થઇ ગયો હતો
હાર્દિકે કોર્ટમાંથી ભાગ્યા બાદ બાઇક પર લિફ્ટ લઇ કાલાઘોડા ઉતર્યો હોવાની અને ત્યાંથી ફતેગંજ,નિઝામપુરા,છાણી થઇ દુમાડ પહોંચ્યો હોવાની કબૂલાત કરી હતી. જ્યાં ફ્રુટવાળા મારફતે ફોન કરીને રવિને દુમાડ બોલાવતાં તે બાઇક પર આવી રૃ.૨હજાર આપી ગયો હોવાનું કબૂલ્યું હતું. અકોટાના પીઆઇ ડીવી બલદાનિયાએ સાવલીમાં રહેતા રવિ માળીને ઝડપી પાડી પૂછપરછ કરતાં હાર્દિકનું જુઠ્ઠાણું પકડાયું હતું.હાર્દિક કોર્ટમાંથી ભાગીને સાવલી ગયો હતો અને ત્યાં રવિને મળી રૃ.૨હજાર લઇ ફરાર થઇ ગયો હતો.જેથી પોલીસે રવિની પણ ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દિપેન મર્ડર કેસમાં પકડાયેલા હાર્દિક પ્રજાપતિ અને તેના ભાઇ હિતેશને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા.જે દરમિયાન સાવલીનો રવિ માળી પણ કોર્ટમાં હાજર નહિ રહેવાના કેસમાં વોરંટ નીકળતાં પકડાયો હોવાથી ત્રણ-ચાર દિવસ જેલમાં હતો.જે દરમિયાન હાર્દિક અને રવિ વચ્ચે પરિચય થયો હતો.