અમદાવાદ-

નરોડા નાના ચીલોડા સીએનજી પંપની પાસે આવેલા શીખર એવેન્યુમાં આવેલ ચોથા માળની હોટલ પ્રીયા પેલેસમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડો પાડી હોટલના માલિક, મેનેજર સહીત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ પાસેથી કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુરેશકુમાર નરોડા પોલીસ સ્ટેશનમાં હાજર હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે,વ નરોડા નાના ચીલોડા સીએનજી પંપની પાસે આવેલ શીખર એવેન્યુમાં ચોથા માળે આવેલ હોટલ પ્રીયા પેલેસના માલીક દોલતભાઈ ચંન્દ્રલાલ પેશવાની તથા મેનેજર સૌરભ ધીરેન્દ્રભાઈ ભદોરીયા હોટલમાં છોકરીઓ રાખી બહારથી ગ્રાહકો બોલાવી તેના મળતીયા માણસો સાથે પોતાની આર્થીક ફાયદાસારૂ ગેરકાયેસરનો કુટણખાનુ ચલાવી રહ્યા છે. જે હાલ ચાલુ જ છે. જેના આધારે નરોડા પોલીસની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સૌરભ ભદોરીયા , દોલત પેશવાણી તથા ભરતસિંધી અને તાન્યા ની પોલીસે ધરપકડ કરી હતી. આ તમામ લોકો પાસેથી પોલીસે કુલ રૂ.16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.