વડોદરા : વડોદરા શહેરના ગોત્રી રોડ સ્થિત ગાયત્રી સ્કૂલની બાજુમાં અને ચંદ્રમૌલેશ્વર સોસાયટીની નજીક શિવાની હાઈટ્સમાં જુાગર રમાઈ રહ્યો છે તેવી ગોત્રી પોલીસ મથકના ડી-સ્ટાફને મળેલ બાતમીના આધારે છાપો મારીને ૧૭થી ૧૮ જુગારિયાઓને ઝડપી પાડી અંદાજે રૂા.ર લાખ ઉપરાંતનો મુદ્ામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસસૂત્રોમાંથી મળતી વિગત અનુસાર ગોત્રી વિસ્તારના ગાયત્રી સ્કૂલની બાજુમાં આવેલ શિવાની હાઈટ્સમાં કેટલાક ખાનદાન નબીરાઓ જુગાર રમવા માટે ભેગા થયા છે અને જુગાર રમાઈ રહ્યો છે તેવી બાતમી ગોત્રી પોલીસ મથકના ડી-સ્ટાફને મળી હતી જે બાતમીના આધારે ગોત્રી પોલીસનો ડી સ્ટાફ શિવાની હાઈટ્સમાં પહોંચ્યો હતો, જ્યાં છાપો મારીને જે સ્થળે જુગાર રમાઈ રહ્યો હતો તે જગ્યાને કોર્ડન કરી લેતાં જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી અને જે તે સ્થિતિમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે ૧૭ થી ૧૮ જેટલા જુગાર રમી રહેલા જુગારિયાઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
Loading ...