પુણામાં શાંતિનિકેતન સોસાયટીમાં પણ રાજકીય પાર્ટીઓને પ્રવેશ પર પ્રતિબંધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026  |   સુરત   |   2871

શહેરના પુણા વિસ્તારમાં આવેલ શાંતિનિકેતન સોસાયટીમાં પણ સ્થાનિક લોકો દ્વારા બેનરો લગાવવામાં આવ્યા હતા. તેઓએ બેનરોમાં ચોખ્ખું જણાવી દીધું હતું કે કોઈપણ પક્ષના કાર્યકર્તાઓ કે ઉમેદવારોએ પોતાના ફાયદા માટે વાયદાનો વેપાર કરવા અમારી સોસાયટીમાં આવવું નહીં. આ મામલે સોસાયટીના રહીશ સુરેશ સુહાગિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી આવે ત્યારે વાયદાઓ કરવા આવે છે.

રેસિડેન્સિય સોસાયટીઓમાં ઇન્ડ્રસ્ટીયલ કામો ચાલુ થઇ ગયા છે. જેના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે. વર્ષ ૨૦૧૫માં આ વિસ્તારમાં સાયકલ સ્ટેન્ડ ચાલુ થયા એ પણ બંધ થઇ ગયા. બે શાંતિકુઝ હતા એ પણ બંધ થઇ ગયા. અમારા વિસ્તારમાં આવેલ સુમન શાળામાં અમુક ક્લાસ પણ બંધ થઇ ગયા. સુવિધા વધવાના બદલે ઘટતી જાય છે. સ્માર્ટ સિટીની અને સ્વચ્છતામાં નંબર-૧ની વાત કરીયે પણ પ્લાસ્ટિક વેસ્ટ કોઈ નિકાલ આવતો નથી. આખા રસ્તા પર પ્લાસ્ટિક વેસ્ટના કચરાના ઢગલા જાેવા મળે છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution