સુરત-

કરોડો રૂપિયાનો વહીવટ કરતી સુમુલ ડેરીમાં 7 ઓગસ્ટે, શુક્રવારે ચુંટણી થવાનીછે. કુલ 14 બેઠકો માટે 13 મતદાન મથક પર સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થશે, સાંજે 4 વાગે મતાદન પુરુ થશે.પરિણામ 9 ઓગસ્ટને રવિવારે જાહેર થવાનું છે.9 ઓગસ્ટે ખબર પડશે કે મતદારોએ કોને સુમુલ ડેરીનું સુકાન સંભાળવા માટે સંમતિ આપી છે.

વર્ષે દિવસે રૂપિયા 4 હજાર કરોડનું ટર્નઓવર કરતી સુમુલ ડેરીમાં આ વખતે ભાજપના જ બે જૂથો આમને સામને આવી ગયા છે.સુમુલ ડેરીના ચેરમેન રાજેશ પાઠક અને એપીએમસીના વાઇસ ચેરમેન સંદીપ દેસાઇ સત્તાધારી પેનલ બનાવીને ચુંટણી લડી રહ્યા છે, તો સામે સહકારી આગેવાન માનસિંહ પટેલ, સુરત ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન નરેશ પટેલ, તાજેતરમાં ભાજપમાં જોડાયેલા જયેશ પટેલ (દેલાડ) સહકારી પેનલ બનાવીને ચુંટણી લડી રહયા છે.

મળતી માહિતી મુજબ સુમુલ ડેરીની ચુંટણીમાં 835 મતદારો મતદાન કરશે, પરંતુ બનેં મતદાન પોતાના પક્ષમાં કરાવવા માટે કેટલાક ઉમેદવારોએ મતદારોને પોતાના કબ્જામાં કરી લીધા છે.સુરતમાં આવેલી સુમુલ ડેરીમાં શુક્રવારે સવારથી ઓલપાડ અને ચોર્યાસી બેઠક માટેનું મતદાન સવારે 9 વાગ્યાથી શરૂ થયું હતું  એ સિવાય બાકીના 12 તાલુકાઓમાં પણ સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.