માંડવી, માંડવી નગર પાલિકા દ્વારા સમગ્ર નગરમાં ડોર ટુ ડોર ટેમ્પામાં કચરો ઉધરાવી પાલિકાનાં ડમ્પીંગ યાર્ડ પર ખાલાવવામાં આવે છે. ત્યારે કેટલાક ભંગાર શોધવા વાળા કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કચરો સળગાવતા રાત્રીના સમયે વાતાવરણમાં ભારે માત્રામાં ધૂમાડો ફેલાઈ જતો હોય છે. જે પ્રજાજનોનાં આરોગ્ય માટે જાેખમી સાબિત થઈ રહ્યો છે. હાલમાં કરોના નો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે કચરામાં પ્લાસ્ટિક સહિત ધણી વસ્તુઓ બળીને ભસ્મ થઇ જાતી હોય અને તેની દુર્ગંધ મારતો ધૂમાડાથી આસપાસનાં વિસ્તારનાં રહેવાસીઓ તેમજ વાહન ચાલકોનાં સ્વાસ્થ્યને પણ નુકશાન પોહચી રહ્યું છે. આ સંદર્ભે પાલિકા પ્રમુખ રેખાબેન વશી એ જણાવ્યું હતું કે પાલિકાનાં ડમ્પીંગ સાઈટનાં સંપૂર્ણ વિસ્તારની આજુ બાજુ દિવાલ કરી દેવામાં આવશે. જેથી પાલિકાનાં કર્મચારીઓની જાણ બહાર કોઈ પણ વ્યક્તિ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશ કરી સકશે નહી. તેમજ આ રીતે કોઈ ભંગાર શોધવા વાળા કે અન્ય કોઇ દ્વારા પણ ડમ્પીંગ યાર્ડમાં પ્રવેશી કચરુ સળગાવવાની કે બીજીકોઈ પ્રવૃત્તિ પણ કરી ન શકે.